શોધખોળ કરો

CRIME NEWS: ભાવનગરમાં આવેશમાં આવી પુત્રએ જ પિતાની કરી હત્યા

CRIME NEWS: મહુવા તાલુકાના શેત્રાણા ગામે પુત્રએ આવેશમાં આવી પિતાની જ હત્યા કરી નાખી છે. પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં નરાધમ પુત્રએ ઉશ્કેરાઇ જઇ પિતાનું ગળું દબાવી હત્યા કરી નાખી છે.

CRIME NEWS: મહુવા તાલુકાના શેત્રાણા ગામે પુત્રએ આવેશમાં આવી પિતાની જ હત્યા કરી નાખી છે. પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં નરાધમ પુત્રએ ઉશ્કેરાઇ જઇ પિતાનું ગળું દબાવી હત્યા કરી નાખી છે. શેત્રાણા ગામે રહેતા વિઠ્ઠલભાઇ ઘોયલની તેના જ પુત્ર મથુરે હત્યા કરી ફરાર થયો છે. ઘટનાની જાણ થતા મોટા ખુંટવડા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તેમજ હત્યારા પુત્રને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

બોટાદમાં મિત્રએ જ મિત્રની કરી ઘાતકી હત્યા

બોટાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 16 ડિસેમ્બરે ગુમ થયેલ યુવાનની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાની વાત સામે આવી છે. જૂના ઝઘડાની અદાવત રાખી ત્રણ શખ્સઓ યુવકની હત્યા કરી નાખી હતી. મૃતકનું નામ વિજય હતું. જ્યારે આરોપીઓ નામ ભાવેશ ધનાભાઈ, હસમુખ ઉર્ફે મુનો અને જીતું પરમાર છે. હાલ બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યા થયેલ યુવાનના અલગ અલગ હાડકા હરણકુઇ પાસે આવેલ નવંહથ્થા મંદિર પાસેથી મળી આવ્યા હતા.

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં વાસી બ્રેડ બટરને લઈ દંપત્તિમાં થયો ઝઘડો

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. દંપત્તિ વચ્ચે વાસી બ્રેડ બટરને લઈ થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું કાસળ કાઢીને ઘરમાં આગ લગાવી દીધી હતી. ફાયર અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, પતિ પત્ની વચ્ચે પારિવારીક ઝઘડો આગ પછળનું મુખ્ય કારણ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.

ફાયર બ્રિગેડે પહોંચીને આગ પર કાબુ મેળ્યો

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ફ્લેટના V બ્લોકના ચોથા માળ ઉપર આગ લાગવાનો કોલ ફાયરવિભાગને મળ્યો.આગ ઉપર તો કાબુ કરી લેવાયો પણ બાદમાં સામે આવ્યું કે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તપાસ કરતા માલુમ પડ્યું કે મૂળ આગ્રાના મેરઠના અનિલ બઘેલ તેમના પત્ની અને એક પુત્રી અને એક પુત્ર સાથે ચાર વર્ષથી વસવાટ કરી રહ્યા હતા.વ્યવસાયે કેમિકલ એન્જીનીયર અનિલ બઘેલના પત્ની અનિતા બઘેલનો મૃતદેહ સવારે સોસાયટીના રહીશોએ નીચે લોહી લુહાણ હાલતમાં જોયો હતો તો તેની સાથે ચોથા માળે આગ પણ લાગી હતી.જે બાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવી.

સ્થાનિકોએ શું કહ્યું

આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે સોસાયટીના રહીશો સંપૂર્ણ અજાણ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે FSL ની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે તેની સાથે હત્યારો પતિ અનિલ બઘેલને પણ ઇજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એસીપીએ શું કહ્યું

એસીપી દિગ્વિજય સિંહ રાણાએ કહ્યું, મૃતક પત્નીના પતિનું કહેવું છે કે સવારે બ્રેડ બટરને લઈને ઝઘડો થયો. પતિએ બ્રેડ બટર વાસી હોવાનું કહીને પાછું આપ્યું જેને લઈને ઝઘડો થયો. ત્યારબાદ તેમની પત્નીએ તેમને છરીનાં ઘા ઝીંક્યા. ઝપાઝપીમાં આગ લાગી હોવાનું પણ કહ્યું જોકે સમગ્ર મામલે હજુ હકીકત શું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget