Surat Crime News: દહેજ લાલચુ પતિના ત્રાસથી પત્નીએ કર્યો હતો આપઘાત, પોલીસે પતિની કરી ધરપકડ
ભટાર એલ્બી ટોકીઝ નજીક આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેણાંક છઠ્ઠા માળેથી સોફ્ટવેર ઇજનેર પરિણીતા મધુલિકા વિકાસ પેરીવાલ (ઉ.વ. 29) એ ગત 21 જુનના સાંજના સમયે પડતું મુકી આપઘાત કર્યો હતો.
Latest Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં પતિના ત્રાસથી કંટાળી સોફ્ટવેર ઈજનેર પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવતા તેનું મોત થયું હતું. પરિણાતાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ પતિ ગોપીનાથ પેરિવાલની ધરપકડ કરવામાં આવી હતી. ભટારમાં રહેતી 29 વર્ષીય મધુલિકાએ 21 જૂને છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું. આ પહેલા તેણે ‘મારાથી સહન થતું નથી, હવે મારા મોતથી શાંતિ થઇ જશે’તેવી સ્યુસાઈડ લખાણ પતિને વોટ્સએપ કર્યુ હતું.
પરિણીતાએ શું કર્યો હતો મેસેજ
‘નહી હો પા રહા મુજસે અબ સહન, સફોકેટ હો ગઇ હું, માફ કર દેના મુજે ફોર વોટએવર પેઇન આઇ કોઝડ યુ, ઇટ વોઝ ધ લાસ્ટ વન, અબ બસ મેરી ડેથ સે પીસ બનાની હોગી. બન જાયેગી એવેન્યુલી...` આ મેસેજ છે ભટાર વિસ્તારમાં રહેતી સોફટેવર ઇજનેર પરિણીતાના આપઘાત પૂર્વેનો. પોલીસે આ મેસેજના આધારે પરિણીતાને દહેજ માટે ત્રાસ ગુજારનાર શંકાશીલ પતિ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
ભટાર એલ્બી ટોકીઝ નજીક આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેણાંક છઠ્ઠા માળેથી સોફ્ટવેર ઇજનેર પરિણીતા મધુલિકા વિકાસ પેરીવાલ (ઉ.વ. 29) એ ગત 21 જુનના સાંજના સમયે પડતું મુકી આપઘાત કર્યો હતો. મધુલિકાએ છઠ્ઠા માળેથી પડતું મુકયું હોવા છતા તેના સસરા ગોપીનાથ પેરીવાલે અકસ્માતે પડી ગઇ હોવાનું તેણીના પિતા પ્રેમરતન જયકિશન ઝવર (ઉ.વ. 54 રહે. ન્યુ હરેક્રિષ્ના એપાર્ટમેન્ટ, ઉમા ભવન પાસે, ભટાર અને મૂળ. નાપાસર, જી. બિકાનેર, રાજસ્થાન) ને જણાવ્યું હતું. જો કે જે તે વખતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં મધુલિકાના પિતાએ જણાવ્યું હતું કે 30 જુન 2020 ના રોજ સોફ્ટવેર ઇજનેર વિકાસ પેરીવાલ સાથે લગ્ન થયા હતા અને લગ્ન વખતે 40 તોલા સોનું-ચાંદી અને રોકડા રૂ. 1 લાખ આપ્યા હતા. પરંતુ લગ્નના આઠ મહિના બાદ વિકાસે એક લાકમાં માત્ર બાથરૂમ જ બની શકે એમ કહી શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. વરાછાની નોવેટર ટેક્નોલોજીમાં માસિક રૂ. 80 હજારના પગારથી નોકરી કરતી મધુલિકાનો પગાર પણ પણ વિકાસ લઇ લેતો હતો અને અંગત ખર્ચ માટે પણ પૈસા આપતો ન હતો. પગાર કપાઇ જશે એમ કહી નોકરી ઉપર રજા મુકવા દેતો ન હતો અને મધુલિકા ઉપર શંકા રાખી વારંવાર તેનો મોબાઇલ ચેક કરી કોલ રેકોર્ડીંગ સાંભળવી ત્રાસ ગુજારતો હતો. છેલ્લે ગત 20 જુના વીડીયો કોલથી વાત કરનાર મધુલિકાએ એવું કહ્યું હતું કે વિકાસ રાતે પુણેથી આવે છે પરંતુ તે કેમ આવે છે એમ કહી રડવા લાગી હતી અને બીજા દિવસે મોતની છલાંગ લગાવી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પોલીસને મધુલિકાના મોબાઇલમાંથી દહેજ લાલચુ શંકાશીલ પતિના ત્રાસની વ્યથાનો મેસેજ મળી આવ્યો હતો જેમાં છેલ્લી લાઇન હતી ડાઇંગ એસ મિસીસ વિકાસ પેરીવાલ.
દહેજ લાલચુ શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી મોતની છલાંગ લગાવનાર મધુલિકાએ વિકાસને મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે `નહી હો પા રહા મુજસે અબ સહન, સફોકેટ હો ગઇ હું, માફ કર દેના મુજે ફોર વોટએવર પેઇન આઇ કોઝડ યુ, ઇટ વોઝ ધ લાસ્ટ વન, અબ બસ મેરી ડેથ સે પીસ બનાની હોગી. બન જાયેગી એવેન્યુલી. આ કાન્ટ લીવ લાઇક ધી, આઇ કાન્ટ. આઇ એમ સોરી. હો સકે તો બુરા વક્ત ભુલા દેના ઓર હમારા અચ્છા વક્ત યાદ રખના, ઇફ પોસીબલ મેરે મૈકે સે આયી જ્વેલરી મેરે મોમ-ડેડ કો દે દેના, ચુચુ કી શાદીમે કામ આયેગે, કન્સીડર ધીસ માય લાસ્ટ વીસ. ટેક કેર, ડાઇંગ એસ મિસીસ. વિકાસ પેરીવાલ...બાય