શોધખોળ કરો

Surat : બારડોલીના ચકચારી હનીટ્રેપમાં રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ, શું હતી ભૂમિકા?

બારડોલીના ચકચારી હનીટ્રેપના મામલામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લા એલસીબીએ રાજસ્થાનના અલ્વરથી એકની ધરપકડ કરી છે. બારડોલીના કોર્પોરેટર સહિત અનેક લોકો ભોગ બન્યા હતા.

સુરતઃ બારડોલીના ચકચારી હનીટ્રેપના મામલામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લા એલસીબીએ રાજસ્થાનના અલ્વરથી એકની ધરપકડ કરી છે. બારડોલીના કોર્પોરેટર સહિત અનેક લોકો ભોગ બન્યા હતા.જિલ્લાના એક પીએસઆઈ પણ હનીટ્રેપનો ભોગ બન્યા હતા. રાજ્ય સહિત દેશભરના અનેક ગુનાઓ ઉકેલવાની શક્યતા છે. જોકે, આરોપીની શું ભૂમિકા હતી તે પોસીસ તપાસ પછી સામે આવશે. 

Surat : યુવતીએ PSI સાથે વીડિયો કોલ પર કરી અશ્લીલ હરકતો, વીડિયો થયો વાયરલ

સુરતઃ જિલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા પછી હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.  

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ પાલિકાનો સભ્ય અને આ પછી પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો હતો. પીએસઆઈ નવસારી જિલ્લામાં ફરજ પર હતા દરમ્યાન ઘટના બની હતી. જોકે હજુ સુધી પોલીસ અધિકારી દ્વારા કોઈ ફરિયાદ કરાઈ નહોતી. નોંધનીય છે કે, અગાઉ બારડોલીના ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વાયરલ થતાં પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

બારડોલીના ભાજપના નેતા અને  નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા..

ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.  દક્ષેશ શેઠ વોર્ડ નંબર -1ના કાઉન્સિલર છે. 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

આ હરકતોનો વીડિયો રેકોર્ડ કર્યા પછી વાયરલ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર વીડિયોમાં યુવતી પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભાજપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget