શોધખોળ કરો

Valsad: વલસાડમાં માથા વગરની બાળકની લાશ મળી આવતા ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

વલસાડ: વાપીમાં આવેલ દમણ ગંગા કેનાલમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  કરવડ ગામમાંથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી બાળકનું માત્ર ધડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

વલસાડ: વાપીમાં આવેલ દમણ ગંગા કેનાલમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  કરવડ ગામમાંથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી બાળકનું માત્ર ધડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાં ધડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  પગ અને માથાનો ભાગ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. દાદરા નગર હવેલી અને વલસાડ પોલીસે સંયુક્ત રીતે તપા, હાથ ધરી છે. ધડ મળવાની ઘટનામાં એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. બાળક ઓળખ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.

ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા

લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.

અરવલ્લીમાં રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

શામળાજીના દહેગામડા જગાપુર પાસેના રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલ મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ અને પરિજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. 

બિહારના છપરા દારૂકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

બિહારના છપરાના બિહાર ઝેરી દારૂ કેસના માસ્ટરમાઇન્ડની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા દિવસોથી કથિત માસ્ટરમાઇન્ડ રામ બાબુને શોધી રહી હતી. તે બિહારથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં છુપાયો હતો, જ્યાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget