શોધખોળ કરો

Navsari Crime: બીલીમોરામાં તસ્કરો બેફામ, 3 મકાનને નિશાન બનાની રોકડ-સોનુ મળી 37 લાખની ચોરી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ચોર બેફામ બન્યા છે. બીલીમોરા શહેરમાં ફરી એક વખત મોટી ચોરીની ઘટના સામે આવી છે.  

નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ચોર બેફામ બન્યા છે. બીલીમોરા શહેરમાં ફરી એક વખત મોટી ચોરીની ઘટના સામે આવી છે.  શહેરમાં આવેલા બીલીનાકા વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.  તસ્કરોએ એક ઘરમાંથી 20 લાખ રૂપિયા રોકડા, 3.50 કિલો ચાંદી અને 6 તોલા સોનુ મળી કુલ 37 લાખની ચોરી કરી હતી.  

શહેરમાં એક જ સાથે ત્રણ ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે.  અન્ય એક ઘરમાંથી મંગળસૂત્ર અને રોકડ લઈને તસ્કરો ફરાર થયા છે. પાંચ દિવસના ગાળામાં બીજી મોટી ચોરીની ઘટના બની છે.  આ ઘટનાની જાણ બીલીમોરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડોગ સ્કોડ, સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી.  બીલીમોરા શહેરમાં બનેલી ચોરીની ઘટનાને લઈ પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.  

સુરતમાંથી 97 લાખ રોકડ લઈ ભાગેલા બંટી-બબલીને પોલીસે આ રીતે ઝડપી પાડ્યા

સુરતમાં બંટી બબલીની જોડીને આખરે ચોક બજાર પોલીસે ઝડપી પાડી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા યુવાન સાથે આઠ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, જોકે ત્યારબાદ આ યુવાનનું ઘર રૂ 97 લાખમાં વેચાવી દઈ આ રોકડ રકમ લઈ પોતાના પ્રેમી સાથે ભાગી છુટ્ટી હતી. આ બનાવમાં ચોક બજાર પોલીસે મહિલા અને તેના પ્રેમીને સાસરિયામાંથી ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. 

બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો

સુરતના વિરામ નગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ ઉકાણી મજૂરી કામ કરી પોતાના પરિવારજનું ગુજરાન ચલાવે છે.  થોડા સમય પહેલા જ તેમની ઓળખાણ જયશ્રી ભગત નામની મહિલા સાથે થઇ હતી. જયશ્રી શરૂઆતના સમયે દિલીપભાઈના ઘરમાં ઘર કામ કરતી હતી.  જોકે ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.  જયશ્રી અગાઉથી જ પરણિત હતી. જોકે તેને તેના પતિને છૂટાછેડા આપી પોતાના બે દીકરા સાથે પિયરમાં રહેતી હતી. છેલ્લા આઠ મહિનાથી જયશ્રી અને દિલીપ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. 

પૈસા ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું

આ દરમિયાન જયશ્રીએ દિલીપભાઈનું ઘર વેચાવી નાખ્યું હતું અને આ ઘરના વેચાણના રૂપિયા 97 લાખ આવ્યા હતા. આટલી મોટી રકમ આવતાની સાથે જ જયશ્રીની ચાર આંખ થઈ હતી. જયશ્રીએ તેના પ્રેમી શુભમ મીશાળ સાથે મળી આ પૈસા ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું  હતું. 31મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ પોતાના બાળકને મળવા માટે તેના પિયર જવાનું કહી ઘરેથી નીકળી હતી.  આ દરમિયાન જયશ્રીએ ઘરના વેચાણના આવેલા રૂપિયા 97 લાખની રકમ ભરેલી બેગ તેના પ્રેમી સાથે લઈ ભાગી છૂટી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget