શોધખોળ કરો

Crime News: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના! શિક્ષકે મોડી રાત્રે વિદ્યાર્થિનીઓને...

Crime News: શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ અને શિષ્યના સંબંધોને લઈને અનેક કહાનીઓ  આપણા ઈતિહાસમાં જોવા મળી છે. પરંતુ આજે જે ઘટના વલસાડ પંથકમાં સામે આવી છે.

Crime News: શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ અને શિષ્યના સંબંધોને લઈને અનેક કહાનીઓ  આપણા ઈતિહાસમાં જોવા મળી છે. પરંતુ આજે જે ઘટના વલસાડ પંથકમાં સામે આવી છે તેને લઈને ગુરુ શિષ્યના સંબંધોને લાંચ્છન લાગ્યું છે. આ ઉપરાંત શિક્ષણ જગત પણ શર્મસાર થયું છે.

અમે વાત કરી રહ્યા છીએ સેલવાસના એક રંગીલા શિક્ષકની. સેલવાસના જાણીતા ટ્યુશન ક્લાસના શિક્ષકની ગંદી હરકતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સેલવાસના ટોકર ખાડાના લેન્ડમાર્ક બિલ્ડીંગના ટ્યુશન ક્લાસના શિક્ષકે શિક્ષણ જગતને કલંકીત કરે તેવું કૃત્ય કર્યું છે. હકિકતમાં આ શિક્ષકે ટ્યુશન ક્લાસની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કરી પજવણી કરતો હતો. મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે રંગીલા શિક્ષક સામે કાયદેશરની કાર્યવાહી કરી છે.

વારંવાર વિદ્યાર્થિનીઓ મેસેજ કરતા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે સ્થળ  પર પહોંચી રોહિત નામના શિક્ષકની અટકાયત કરી લીધી છે. મોડી રાત્રે વિદ્યાર્થીનીઓને ગંદા મેસેજ કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ આ શિક્ષક સામે લાગ્યો છે.વિદ્યાર્થિનીઓએ કરેલા આક્ષેપ અંગે સેલવાસ પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં શિક્ષક બન્યો શેતાન

અમદાવાદમાં એક શિક્ષક સામે વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સગીરાએ ટ્યુશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. જેને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઇ છે. સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે. 

દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થિની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી. તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ઘરે રોકી રાખતો હતો.જે બાદ સગીરાને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. 

જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો ન હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરેથી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હોવાનો આરોપ છે. એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget