CRIME NEWS: સુરતમાં બે ભાઈઓએ મળીને છરીના 20 ઘા ઝીંકી યુવકની કરી હત્યા
સુરત: ડાયમંડ નગરી સુરતમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે ભાઈઓએ મળીને એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. સાગરામપુરા વિસ્તારમાં શનિવારે આ હત્યા થઈ હતી.
સુરત: ડાયમંડ નગરી સુરતમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે ભાઈઓએ મળીને એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. સાગરામપુરા વિસ્તારમાં શનિવારે આ હત્યા થઈ હતી. હવે આ મર્ડરના સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં અઠવા પોલીસે હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હત્યાની ઘટનાને અંજામ આપનાર બન્ને સગા ભાઈ રફીક ઈરફાન શેખ અને સાજીદ ઈરફાન શેખને ઝડપી પાડીને પોલીસે આગળનીકાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં 20 જેટલા ઘા મારીને સાજીદ નામના યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
44 વર્ષની કાકી 14 વર્ષના ભત્રીજા સાથે માણતી હતી શરીરસુખ
બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 44 વર્ષની કાકી અને 14 વર્ષની સગીર ભત્રીજાના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. મહિલાના પતિએ ગ્રામજનોની મદદથી બંનેના લગ્ન કરાવ્યા હતા. મહિલાને ત્રણ બાળકો પણ છે. મામલો 12 સપ્ટેમ્બરનો છે પરંતુ હવે આ મામલો સામે આવ્યો છે. સંબંધોને શરમજનક બનાવતો આ કિસ્સો જિલ્લાના વનમાંખી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. મામલો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાને તેના પતિએ ભત્રીજા સાથે શરીરસુખ માણતી વખતે પકડી લીધી હતી. જે બાદ પતિએ જબરજસ્તીથી બંનેના લગ્ન કરાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે
મળતી માહિતી મુજબ મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. ગ્રામજનોએ મહિલાના પતિને તેની પત્ની અને ભત્રીજા વચ્ચેના અનૈતિક સંબંધો અંગે જાણ કરી હતી. જે બાદ પતિ ચોરીછૂપીથી ગામમાં આવ્યો હતો. ત્યારબાદ પત્ની અને 14 વર્ષના ભત્રીજાને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. ત્યારપછી ગામલોકોની મદદથી બંનેના લગ્ન થયા હતા. સગીરે તેની કાકીને સિંદૂર પણ ભર્યું હતું. લગ્ન કર્યા બાદ મહિલાએ ભત્રીજાના પગને પણ સ્પર્શ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આખા ગામના લોકોને બંને વચ્ચેના ગેરકાયદે સંબંધોની જાણ હતી. આ અંગે સગીરના પરિવારજનોને પણ જાણ થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ મહિલાના પતિને ફોન પર જાણ કરી હતી.
ગ્રામજનોના દબાણને કારણે સગીરનો પરિવાર કંઈ કરી શક્યો ન હતો.