શોધખોળ કરો

CRIME NEWS: સુરતમાં સગા માસાએ 10 વર્ષીય ભત્રીજી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ

CRIME NEWS: સુરતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  સુરતના પાંડેસરામાં સગા માસા એ જ 10 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયાસ ચકચાર મચી ગઈ છે.

CRIME NEWS: સુરતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  સુરતના પાંડેસરામાં સગા માસા એ જ 10 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયાસ ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે બળજબરી પૂર્વક વિકૃત માસાએ હોઠ પર બચકાં ભર્યા હતા. બાળકીને હોંઠ પર ઇજાઓ થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ ઘટનાની જાણ પરિવારને થતાં જ બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમપ્રકરણનો કરુણ અંજામ

પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે. બન્ને પ્રેમ પ્રકરણમાં હોય એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ છે. બન્ને મૃતદેહનો કબજો લઈ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

કાનપુરમાં પતિની હત્યા માટે પત્નીએ પોતાના પ્રેમીને આપી સોપારી

કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે 27 નવેમ્બરે તેણે નેરવાલના રહેવાસી તેના કર્મચારી સત્યેન્દ્ર વિશ્વકર્મા ઉર્ફે સીતુ સાથે મળી ઋષભ પર હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ પછી સારવાર દરમિયાન ઈન્જેક્શન અને દવાઓના ઓવરડોઝથી ઋષભનું મોત થયું હતું. કલ્યાણપુર ખુર્દના મેડિકલ સ્ટોર ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ યાદવે પણ આમાં મદદ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. DCP પશ્ચિમ વિજય ધુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઋષભ તિવારી તેની પત્ની સપના પાંડે સાથે શિવલી રોડ પર રહેતો હતો. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે પોલીસ વિભાગમાં સ્ટેનો રહેલા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને સપનાએ થોડા દિવસ અગાઉ હત્યા કરી હતી પરંતુ કોઇને ખ્યાલ આવ્યો નહોતો.

27 નવેમ્બરના રોજ તે તેના મિત્ર સાથે ચકરપુર ગામમાં લગ્નમાં ગયો હતો. પરત ફરતી વખતે તેની સ્કૂટીમાં પંચર પડી ગયું અને તે પંચર કરાવવા હાઇવે તરફ જવા લાગ્યો. ત્યારે શિવ હોટલની સામે બાઇક પર આવેલા બે યુવકોએ તેના હુમલો કર્યો હતો.આ કેસમાં ઋષભની પત્નીએ તેના પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ FIR નોંધાવી હતી. દરમિયાન 3 ડિસેમ્બરે ઋષભનું અવસાન થયું હતું. આ કેસની તપાસમાં સામેલ પોલીસે જ્યારે સપનાની કોલ ડિટેઈલ જોઇ તો અનેક નંબર મળી આવ્યા હતા. જેની સાથે સપના અવારનવાર વાત કરતી હતી.

એવું જાણવા મળ્યું હતું કે સપના નરવાલના રાયપુરવા ખાતે રહેતા રાજ કપૂર ઉર્ફે રાજુ સાથે 2016 થી પ્રેમ સંબંધ હતા. સપનાએ ફેબ્રુઆરી 2020માં ઋષભ સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બંનેએ મિલકત હડપ કરવા અને સાથે રહેવા ઋષભની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા માટે તેણે તેના પ્રેમીને ત્રણ લાખની સોપારી આપી હતી. હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સપનાએ પહેલા ઋષભને હૉલ્ટ અને પછી મધુરજમાં દાખલ કર્યો અને 30 નવેમ્બરે રજા મળ્યા બાદ તેને ઘરે પરત લાવ્યો. અહીં સપનાએ આશા મેડિકલ સ્ટોરના ડાયરેક્ટર સુરેન્દ્ર યાદવ પાસેથી ઈન્જેક્શન લીધું અને ઋષભને ઈન્જેક્શન અપાવ્યું અને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાંModasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Embed widget