શોધખોળ કરો

Junagadh: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર 

જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે.  મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી.

રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલા બેંક મેનેજરે કયા કારણોસર આપઘાત કર્યો છે તેને લઈને સી ડિવિઝન પોલીસ દ્વારા વિધિવત તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતદેહનો કબજો લઈને સી ડિવિઝન પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.  

જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ATS દ્વારા કરવામાં આવી ધરપકડ 

જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. પીઆઈ તરલ ભટ્ટ આ કેસ સામે આવ્યો ત્યારથી ફરાર હતો.  અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજ દોઢ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી.  આજે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે ATS સક્રિય છે. તરલ ભટ્ટની એટીએસ દ્વારા હાલ તો પૂછપરછ ચાલી રહી છે.

ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જૂનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget