શોધખોળ કરો

Vadodara : ચોરીની શંકાએ યુવકને મારી છૂટી લાકડી મારતાં યુવકનું મોત, પોસ્ટમોર્ટમમાં શું થયો મોટો ધડાકો?

સેવાસી વિસ્તારની મુરલીધર રેસિડેન્સીમાં ચોરીની શંકાએ માર મારતા યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ થયો છે. રઘુ ભરવાડેમકાનમાં ચોરી કરવા 2 વ્યક્તિ પ્રવેસ્યાની શંકાએ ભુપેન્દ્ર સોલંકીને છૂટી લાકડી મારી હતી.

વડોદરાઃ સેવાસી વિસ્તારની મુરલીધર રેસિડેન્સીમાં ચોરીની શંકાએ  માર મારતા યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ થયો છે. રઘુ ભરવાડે તેમના મકાનમાં ચોરી કરવા 2 વ્યક્તિ પ્રવેસ્યાની શંકાએ ભુપેન્દ્ર સોલંકીને છૂટી લાકડી મારી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ભુપેન્દ્રને પોલીસ મથક લઇ ગઈ હતી. જોકે પોલીસ મથકમાં ભુપેન્દ્રને ખેંચ આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરો એ મૃત ઘોષિત કર્યો.

ભુપેન્દ્રને પીએમ માટે લઈ જવાયો જ્યાં તેના હાથ, પગ, બરડા અને થાપાના ભાગે ઇજાના નિશાન દેખાયા હતા. મૃતક ભુપેન્દ્ર સોલંકીના પિતા ઝવેરભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

Vadodara : આ યુવકે ગરમ તવા પર અંગુઠો મુકી ચામડી કાપી નાંખી ને બીજા યુવકને આપી દીધી, કારણ જાણી ચોંકી જશો

વડોદરાઃ વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની  પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ  ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો.

બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.

Vadodara : પોલીસને જોઇ ભાગેલા કાર ચાલકની તપાસ કરતાં શું થયો મોટો ધડાકો? જાણો કોણ છે આ કોંગ્રેસ નેતા?

વડોદરાઃ દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 , ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચ તરફથી વડોદરા તરફ GJ 6 IC 0832 નંબરની સફેદ કાર અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી  હંકારી દેતા પોલીસને શક જતા પોલીસે પીછો કર્યો હતો.

પોલીસે હાઇવે પર આવેલી હોટલો પાર્કિંગમાં તપાસ હાથ ધરતા હાઇવે પર લાકોદરા પાટિયા પાસે સતિમાતા હોટલના પાર્કિંગ માંથી દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ મળી આવ્યો હતો. જેને કરજણ પોલીસે ઝડપ્યો હતો. વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની ફેસબુક પર કરજણ પોલીસ વિરુદ્ધ અભદ્ર ટીંપણી, પોલીસ, SP, MLA વિરુદ્ધ ખુલ્લેઆમ દારૂ વેચાણના કર્યા આક્ષેપો. કરજણ પોલીસે પ્રોહીબિશન કલમ - ૬૬(૧)બી.મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget