Crime News: પાટણમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે
Crime News: પાટણમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા કરવામાં આવી છે. કનસડા દરવાજા જોડે યુવાન પર અજાણ્યા વ્યક્તિએ ઘાતકી હુમલો કર્યો હતો. અજાણ્યા વ્યક્તિ દ્વારા યુવાન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
Crime News: પાટણમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા કરવામાં આવી છે. કનસડા દરવાજા જોડે યુવાન પર અજાણ્યા વ્યક્તિએ ઘાતકી હુમલો કર્યો હતો. અજાણ્યા વ્યક્તિ દ્વારા યુવાન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. 108 દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે ઈજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કર્યો હતો. હત્યાની ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યા કરનાર શખ્સને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતા.
અંજારમાં સામે આવી ડબલ મર્ડરની ઘટના
પૂર્વ કચ્છ અંજારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અંજારના ક્રિષ્ના નગર સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. હકિકતમાં અંજારના દબડા વિસ્તારમા ચોરીની શંકાએ બે શખ્સોને માર મારવામાં આવ્યો હતો. બેટરી ચોરી કરવા આવ્યા હોવાની શંકાએ 3 શખ્સોએ બે લોકોને માર માર્યો હતો. ગઇકાલે રાત્રે બનેલો બનાવ હત્યામાં પલટાયો હતો. આ બન્નેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બન્ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમના મોત થયા હતા. હાલમાં બન્નેના મૃતદેહને ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે લવાયા છે. પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી યુવતી સાથે ગેંગરેપ
મોરબી શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે. પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુના હવે સામાન્ય બની ગયા છે. જેમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બ્યુટીપાર્લરનો બિઝનેસ કરતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્યો પીવડાવી ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવી દીધું હતું જેથી પરિણીતા બેભાન બની ગઈ હતી. બાદમાં ભાનમાં આવી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ નગ્ન અવસ્થામાં ઉભો હતો તેમજ મહિલાએ જે કપડા પહેર્યા હોય તેના બદલે તેના શરીર પર બીજા કપડા જોવા મળ્યા હતા.
જેથી પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોય તેવું માલૂમ પડ્યું હતું અને તેને ઘરે જવાનું કહેતા આરોપીએ ઓફિસનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બનાવ મામલે જાણ કરી હતી અને ફોન કરીને બોલાવતા પતિ આવોયા હતો અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જે બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ધરમ ઉર્ફે ટિટો પ્રવીણભાઈ ચૌહાણ ઊ.૨૫, યશ વિશ્વાસભાઈ દેસાઇ ઊ.૨૦, રવિ દિલીપભાઈ ચૌહાણ ઊ.૨૧ અને અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી ઉ.૨૦ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.