શોધખોળ કરો

CRIME NEWS: ઉમરગામમાં ખેલાયો ખુની ખેલ, મિત્રએ જ કરી મિત્રની હત્યા

વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં એક મિત્રએ તેના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું છે.

વલસાડ: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં એક મિત્રએ તેના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું છે અને આ બે મિત્રોની બબાલમાં છોડાવનાર યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઉમરગામના ડમરૂ વાડી વિસ્તારમાં હાલ માતમ છવાયો છે. આ વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં અવંત છોટેલાલ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે. 

બંને મિત્રો આંગણામાં પાર્ટી કરી રહ્યા હતા

આ અંગે સામે વિગત અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની અવંત પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી રોજગારી માટે ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. જો કે ગઈકાલ મોડી રાત્રે ચાકુ મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યારો બીજો કોઈ નહીં તેનો જ જીગરી મિત્ર અજીત ગણેશ પ્રસાદ હોવાનું બહાર આવ્યું છે. આ મર્ડરમાં  ચોકાવનારી બાબતે એ છે કે બંને મિત્રો આંગણામાં પાર્ટી કરી રહ્યા હતા. અજીત અને અવંત વચ્ચે કોઈ બાબતે મગજમારી થઈ હતી અને બોલાચાલી બાદ અવંત અજીતના નાનાભાઈ કરણને ફરિયાદ કરવા ગયો હતો. 

અજિતે અવંતની ચાકુ મારી હત્યા કરી નાખી

ત્યાર બાદ તેના મોટાભાઈ અજીતને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. પરંતુ અચાનક જ ફરી એકવાર અજીત અને અવંતમાં ફરી એકવાર બબાલ થઈ હતી અને આ બબાલમાં અજિતે અવંતની ચાકુ મારી હત્યા કરી નાખી હતી. આ આખી ઘટનામાં બંનેને છોડાવનાર અજીતનો નાનો ભાઈ કરણ પણ ઘાયલ થયો છે. ગુસ્સામાં અંધ બની ગયેલા અજિતે અવંત બાદ કરણને પણ હાથમાં અને પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા. પ્રત્યેક દર્શીના કહેવા મુજબ બંને મિત્રો અજીત અને અવંત પાર્ટી કરી રહ્યા હતા અને આ દરમિયાન એકબીજા પર કોઈ કારણસર ઉશ્કેરાઈ ગયા હતા અને આ નાનકડી અમથી બબાલમાં એક મિત્રએ તેના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખી છે. 

ઉમરગામના ડમરુ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઘાયલ અવંતને તાત્કાલિક  હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે અવંત પ્રજાપતિને મૃત જાહેર કર્યો હતો. જેથી ઉમરગામ પોલીસે અવંત પ્રજાપતિનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી હત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ હત્યાકાંડને અંજામ આપનાર અજીત ગણેશ પ્રસાદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો છે ત્યારે ઘટનાના કલાકો વીત્યા બાદ પણ આરોપી અજીત પોલીસ પકડથી દૂર છે.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget