Crime News: વાંકાનેરમાં પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા
મોરબી: વાંકાનેરમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર પૈસાની લેવડ-દેવડમાં હત્યા કરવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.
મોરબી: વાંકાનેરમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર પૈસાની લેવડ-દેવડમાં હત્યા કરવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. મૃતકનું નામ અમિત કોટેચા છે અને તેમના પર બે શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હતી. આરોપી ઇમરાન અને ઈનાયત પીપરવાડિયા સામે પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો
ખેરાલુમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વધુ એક મહિલાને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં પડોશમાં રહેતા એક વ્યક્તિએ દંપત્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પતિ પત્ની બંને ઘાયલ થયા હતા. હુમલામાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. હાલમાં ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત
અમદાવાદમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયા ઈકા ક્લબ પાસેના મોબાઈલ ટાવર પર ચડીને અજાણ્યા યુવકે નીચે પડતું મુકયુ છે. તો બીજી તરફ પોલિસ અને ફાયર વિભાગે તેને સમજાવટથી નીચે ઉતારવા નેટનો ઉપયોગ કયોઁ હતો. તેમ છતા યુવકનો જીવ બચાવી શકાયો નથી. હાલમાં યુવકના મૃતદેહને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે હિન્દી ફિલ્મની સ્ટાઈલમાં યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટાવર નીચે અનેક લોકોએ ચિચિયારીઓ પાડી બુમ લગાવી નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા. યુવકને નીચે ઉતરવા સ્થાનિય લોકોએ પોલિસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે યુવકનો જીવ બચાવી શકાયો નહોતો. યુવકે ક્યા કારણે મોતને વહાલું કર્યું તે સામે આવ્યું નથી.
આ પણ વાંચો...