શોધખોળ કરો

Australia Visa: ઓસ્ટ્રેલિયાએ સ્ટુન્ડ વિઝાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો ભારતીય વિદ્યાર્થીઓ પર શું થશે અસર ?

Australia Student Visa Rules 2026: નકલી ડિગ્રી અને ફ્રોડના કિસ્સા વધતા સરકારે ભારતને AL3 કેટેગરીમાં મૂક્યું; 8 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ, જાણો વિદ્યાર્થીઓએ હવે કયા દસ્તાવેજો આપવા પડશે.

Australia Student Visa Rules 2026: ઓસ્ટ્રેલિયામાં જઈને ઉચ્ચ અભ્યાસ (Higher Education) કરવાનું સપનું જોતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના ઇમિગ્રેશન કાયદામાં મોટા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર ભારતીય અરજદારો પર પડશે. સરકારે ભારતને હવે વિઝા માટેની "સૌથી વધુ જોખમ" ધરાવતી શ્રેણી એટલે કે Assessment Level 3 (AL3) માં મૂકી દીધું છે. આ નિર્ણયને કારણે હવે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા (Student Visa) મેળવવાની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા સમાન બની શકે છે.

AL2 થી AL3: શું ફરક પડશે?

અત્યાર સુધી ભારત Assessment Level 2 (AL2) માં હતું, જ્યાં વિદ્યાર્થીઓને વિઝા માટેના દસ્તાવેજો અને નાણાકીય પુરાવાઓમાં થોડી છૂટછાટ મળતી હતી. પરંતુ હવે AL3 માં સમાવેશ થતાની સાથે જ ભારતીય વિદ્યાર્થીઓની ફાઈલોનું બારીકાઈથી સ્કેનિંગ કરવામાં આવશે.

હવે વિઝા ઓફિસર દરેક નાની વિગત ચેક કરશે.

માત્ર એડમિશન લેટર પૂરતો નહીં રહે, વિદ્યાર્થીએ પોતાનો અસલી ઉદ્દેશ્ય સાબિત કરવો પડશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

આ કડક પગલાં પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં પકડાયેલા વિઝા કૌભાંડો (Visa Frauds) છે. ઓસ્ટ્રેલિયન સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ઘણા દસ્તાવેજો, જેમ કે માર્કશીટ અને ફંડના પુરાવાઓ નકલી હતા. નકલી કોલેજો અને ખોટા સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવવાના કિસ્સાઓ વધતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 'હાઈ રિસ્ક' (High Risk) દેશ ગણાવ્યો છે.

8 જાન્યુઆરી, 2026 થી નિયમો કડક

નવા નિયમો 8 January, 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે.

નાણાકીય પુરાવા: હવે વિદ્યાર્થીઓએ માત્ર બેંક સ્ટેટમેન્ટ બતાવીને નહીં ચાલે. તેમણે બેંકમાં રહેલા ફંડનો સ્ત્રોત (Source of Funds) અને અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની ક્ષમતા સાબિત કરવી પડશે.

વેરિફિકેશન: ડિગ્રી અને સર્ટિફિકેટનું વેરિફિકેશન હવે થર્ડ પાર્ટી અથવા જે-તે સંસ્થા દ્વારા સીધું કરવામાં આવશે. જો કોઈ વિસંગતતા જણાશે તો વિઝા રિજેક્ટ તો થશે જ, પણ ભવિષ્ય માટે પ્રતિબંધ પણ લાગી શકે છે.

1.40 લાખ વિદ્યાર્થીઓ પર અસર

આંકડાઓ મુજબ, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા કુલ 6,50,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 1,40,000 વિદ્યાર્થીઓ ભારતીય છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં, ભારતને નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાન સાથે હાઈ રિસ્ક લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની લોકપ્રિયતા ઘટી?

'ઓસ્ટ્રેલિયા ટુડે'ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ મંત્રી જુલિયન હિલે સ્વીકાર્યું છે કે ઓસ્ટ્રેલિયા હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદ નથી રહ્યું. "Big 4" દેશો (યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા) માં હવે ઓસ્ટ્રેલિયા છેલ્લા ક્રમે ધકેલાઈ ગયું છે. શિક્ષણ જગતના નિષ્ણાતો માને છે કે જો આ કડક વલણ લાંબો સમય ચાલશે, તો ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓની આવકને મોટો ફટકો પડી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર ખરીદવાનો નિર્ણય બદલ્યો
Embed widget