CAT 2024 Admit Card: કૉમન એડમિશન ટેસ્ટ એડમિટ કાર્ડ આ દિવસે કરી શકશો ડાઉનલોડ, 24 નવેમ્બરે યોજાશે પરીક્ષા
CAT 2024 Admit Card: નોંધનીય છે કે આ વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા દ્વારા કોમન એડમિશન ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે
CAT 2024 Admit Card: કોમન એડમિશન ટેસ્ટ (CAT 2024) માટે અરજી કરનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. IIM CAT 2024 પરીક્ષા 24 નવેમ્બર 2024 ના રોજ નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવશે. તેથી પરીક્ષામાં બેસવા માટેના અરજદારોના એડમિટ કાર્ડ આવતીકાલે એટલે કે 5મી નવેમ્બરે ડાઉનલોડ કરવા માટે બહાર પાડવામાં આવશે.CAT એડમિટ કાર્ડ 2024 સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર ઑનલાઇન મોડ મારફતે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે જ્યાંથી તમે લોગિન ડિટેઇલ દાખલ કરીને તેને ડાઉનલોડ કરી શકશો.
નોંધનીય છે કે આ વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા દ્વારા કોમન એડમિશન ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષા દ્વારા ઉમેદવારો દેશભરની IIM સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGP) અને ફેલોશિપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (FPM)/ (PhD) પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવી શકશે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
-IIM CAT 2024 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
-વેબસાઈટના હોમ પેજ પર એડમિટ કાર્ડ જાહેર થતાની સાથે જ લિંક એક્ટિવ થઈ જશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
-હવે તમારે જરૂરી વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે.
-આ પછી તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર ખુલશે જ્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
પરીક્ષા પેટર્ન
IIM CAT 2024 પ્રશ્નપત્રને ત્રણ સેક્શનમાં વિભાજિત કરવામાં આવશે - વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રીહેન્સન (VARC), ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રિઝનિંગ (DILR) અને ક્વોન્ટિટેટિવ એબિલિટી (QA/ક્વોન્ટ્સ)માં વહેંચવામાં આવશે. તમામ સેક્શનને હલ કરવા માટે ઉમેદવારોને 40 મિનિટ અને સમગ્ર પ્રશ્નપત્ર ઉકેલવા માટે 120 મિનિટ આપવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેમને પરીક્ષાની મધ્યમાં વિભાગો બદલવાની તક આપવામાં આવશે નહીં. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) માધ્યમમાં લેવામાં આવશે.
170 શહેરોમાં પરીક્ષા લેવાશે
ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોમન એડમિશન ટેસ્ટ 2024 દેશભરના કુલ 170 શહેરોમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માટેની અરજી પ્રક્રિયા 1 ઓગસ્ટ 2024 થી 20 સપ્ટેમ્બર 2024 સુધી પૂર્ણ કરવામાં આવી હતી. પરીક્ષા સંબંધિત અન્ય વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI