Gandhinagar: ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું
ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.
Gandhinagar: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.
- ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ
તમામ શાળાઓએ ધોરણ-1થી ધોરણ-8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે - પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાની શાળાઓને રૂ. 50,૦૦૦નો દંડ
- બીજી વખત નિયમોના ભંગ બદલ રૂ. 1,૦૦,૦૦૦નો દંડ
- ત્રીજી વખત નિયમોના ભંગમાં રૂ. 2,૦૦,૦૦૦નો દંડ
- ત્રણ વખતથી વધુ વખત ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા
- રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ કરાશે
- વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે
- કાયદાનો અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂક કરશે
- દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો-ઘટાડો કરી શકશે
- ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે
- સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ
- સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં રજૂઆત સાંભળવાની રહેશે
- બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ
PSI ભરતીમાં થયું કૌભાંડ ? જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો
પીએસઆઈ ભરતીમાં પણ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. સૂત્રના જણાવ્યા મુજબ, PSIની 16 માર્ચ 2021ની ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારના પહેલા પગારમાં ભાંડો ફૂટ્યો છે. એક વ્યક્તિનો પગાર શંકાના દાયરામાં આવતા તપાસ શરૂ થઈ હતી. કોઈ એક વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટનાં આધારે તાલીમ લઈ રહી હોવાનું આવ્યું સામે આવ્યું છે. છેલ્લા 5 દિવસથી સમગ્ર મામલે કરાઈ પોલીસ એકેડમીમાં તપાસ ચાલી રહી છે.
PSIની 16 માર્ચ 2021ની ભરતી માટે પસંદ થયેલા તમામ તાલીમી PSIની ફરીથી ચકાસણી થઈ રહી હતી. તમામ નવા PSIની DGP કરાઈ પોલીસ એકેડમીમાં ચકાસણી કરી રહ્યા હતા. DGP વિકાસ સહાયે તમામ તાલીમી PSIના નિમણૂક પત્રો, પાસ થયાનું લિસ્ટ અને ડોક્યુમેન્ટ ફરીથી ચેક કરાવ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ, જેમાં ચેસ્ટ નંબર 140 ધરાવતા મયુર તડવી નામના વ્યક્તિ ઉપર આશંકા થઈ હતી. મયુર તડવી સહિત મયુર નામ ધરાવનાર પરીક્ષાર્થી અને તાલીમાર્થીની તપાસ કરાઈ રહીછે. માહિતી લીક કરનારા ગૃહ વિભાગના કર્મચારીઓ સામે પગલાં લેવાઈ શકે છે. આગામી 2 દિવસોમાં ગૃહવિભાગ ખુલાસો કરે તેવી શક્યતા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI