કચ્છના યુવકે UPSC કર્યું ક્લિયર, હવે બનશે IAS અધિકારી
વિંગણીયાના યુવકે UPSC ક્લિયર કર્યું છે અને હવે તે IAS બનશે. GPSCમાં પ્રથમ નંબર તો UPSCમાં દેશમાં 341મો નંબર મેળવ્યો છે. જયવીરદાન ગઢવીએ થોડા સમય પૂર્વે જ જીપીએસસીમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.
કચ્છ: માંડવીના વિંગણીયાના યુવકે UPSC ક્લિયર કર્યું છે અને હવે તે IAS બનશે. GPSCમાં પ્રથમ નંબર તો UPSCમાં દેશમાં 341મો નંબર મેળવ્યો છે. વિંગણીયા ગામના જયવીરદાન ગઢવીએ થોડા સમય પૂર્વે જ જીપીએસસીમાં પ્રથમ રેન્ક મેળવી ડેપ્યુટી કલેકટર તરીકેની ફરજ શરૂ કરી હતી. 25 વર્ષની ઉંમરે જીપીએસસી ક્લિયર કરી હાલ વડોદરા ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવે છે. સોમવારે જાહેર થયેલા પરિણામમાં યુવકે યુ.પી.એસ.સી. ક્લિયર કરી ભારતભરમાંથી 341મો નંબર હાંસલ કર્યો છે. હવે 25 વર્ષીય યુવકની ઈચ્છા આઇ.એ.એસ. બનવાની છે.
UPSC Civil Service Final Result 2021: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું ફાઈનલ રિઝલ્ટ જાહેર, શ્રુતિ શર્મા ટોપ પર
UPSC Civil Service Final Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC (union public service commission) સિવિલ સર્વિસ ફાઇનલ રિઝલ્ટ 2021 જાહેર કર્યું છે, સિવિલ સર્વિસિસના અંતિમ પરિણામની ઘોષણા UPSC ની સત્તાવાર સાઇટ upsc.gov.in પર જઈને ચેક કરી શકાય છે.
શ્રુતિ શર્માએ ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. આ વર્ષે ત્રણેય ટોપ પર છોકરીઓનો કબજો છે. શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી કરી રહી છે.
UPSC CSE પ્રારંભિક પરીક્ષા ઓક્ટોબર 10, 2021 ના રોજ લેવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી, અને પરિણામ 17 માર્ચ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ એ પરીક્ષાનો છેલ્લો રાઉન્ડ હતો જે 5મી એપ્રિલે શરૂ થયો હતો અને 26મી મેના રોજ સમાપ્ત થયો હતો.
UPSC અંતિમ પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણો
UPSC ની સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in પર લોગ ઇન કરો.
હોમપેજ પર, 'UPSC સિવિલ સર્વિસિસ પરિણામ 2021 - અંતિમ પરિણામ' પર ક્લિક કરો.
પસંદ કરેલ ઉમેદવારોની વિગતો સાથે પીડીએફ ફાઇલ પ્રદર્શિત કરવામાં આવશે.
તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI