Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
Junagadh: ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં.
ભાયાણીના નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ પેદા થયો હતો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યુ હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે. કોગ્રેસે કહ્યું હતું કે ભાયાણી બોલવામાં લગામ રાખે છે. નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.
કોગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું કે પ્રમોશન માટે ભાયાણી બફાટ કરે છે. હાઈકમાંડની નજરે પડવા આવા નિવેદનો કરે છે. ભાજપમાં જતા માનસિક સ્થિતિ ખરાબ થાય છે. ભાયાણીએ તેમના સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યુ છે. ભાયાણીને જનતા જવાબ આપશે. ભાયાણી નોકરી ટકાવવા બેફામ બોલે છે. ભાયાણીએ વિસાવદરની જનતા સાથે અન્યાય કર્યો છે.
વિવાદીત નિવેદન બાદ કિરીટ પટેલે માંગી માફી
રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે. સોમવારે વિસાવદરમાં ભાજપ ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કિરીટ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો કે બાદમા જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે.
જૂનાગઢના વિસાવદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે રાજા-મહારાજો, તેમની પટરાણી અને સંતાનો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ વિવાદ વકરતા કિરીટ પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી અને પોતાનાથી ભૂલ થઈ ગઈ છે તેવો માફી માંગતો વીડિયો પણ શેર કર્યો હતો.
કિરીટ પટેલે વિસાવદરની સભામાં કહ્યું હતું કે 'એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય લંગડી હોય પણ એની કૂખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.' કિરીટ પટેલનો આ નિવેદન વાળો વીડિયો વાયરલ થતાં જ હવે તેમનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે.
કિરીટ પટેલે જૂનાગઢ લોકસભા બેઠકને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દાટન કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો હતો. ત્યારે આજે સવારે તેમનો માફી માંગતો વીડિયો સામે આવ્યો છે.
જાણો પરસોત્તમ રૂપાલાએ શું આપ્યું નિવેદન
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.
Education Loan Information:
Calculate Education Loan EMI