Recruitment 2022: આ મોટા સરકારી વિભાગમાં 5043 જગ્યાઓ માટે બમ્પર ભરતી, મહિને 50000થી વધુ પગાર, જાણો ડિટેલ્સ.....
સૌથી વધુ 2388 વેકેન્સી નૉર્થ ઝૉનમાં છે. સાઉથ ઝૉનમાં 989, ઇસ્ટ ઝૉનમાં 768, વેસ્ટ ઝૉનમાં 713 અને નૉર્થ ઝૉનમાં 185 વેકેન્સી છે.
FCI Recruitment 2022: ભારતીય ખાદ્ય નિગમ તરફથી કેટેગરી-3ની 5000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, આ ભરતી માટે આજથી ibpsonline.ibps.in/fcimtmaug22 પર અરજી કરવાની શરૂ થઇ ગઇ છે. એસીઆઇ તરફથી નૉર્થ, ઇસ્ટ, વેસ્ટ, સાઉથ અને નૉર્થ-ઇસ્ટ ઝૉનમાં કેટેગરી-3 જગ્યાઓ પર 5043 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. અરજીની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર, 2022 નક્કી કરવામાં આવી છે. વેકેન્સી સિવિલ એન્જિનીયરિંગ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં જૂનિયર એન્જિનીયર, સ્ટેનો ગ્રેડ-3 અને એજી-3 જનરલ, એકાઉન્ટ્સ, ટેકનિકલ, ડિપો, હન્દી) પદો માટે છે. સૌથી વધુ 2388 વેકેન્સી નૉર્થ ઝૉનમાં છે. સાઉથ ઝૉનમાં 989, ઇસ્ટ ઝૉનમાં 768, વેસ્ટ ઝૉનમાં 713 અને નૉર્થ ઝૉનમાં 185 વેકેન્સી છે.
યોગ્યતા -
એજી-III (ટેકનિકલી) – કૃષિ/વનસ્પતિ વિજ્ઞાન / જીવ વિજ્ઞાન/ બાયૉટેક / ફૂડમાં બીએસસી કે બીટેક
એસી-III (જનરલ) – ગ્રેજ્યૂએશન ડિગ્રી, કૉમ્પ્યૂટર નૉલેજ
એજી-III (લેખા) – બીકૉમ અને કૉમ્પ્યૂટર નૉલેજ
એજી-III (ડિપો) – ગ્રેજ્યૂએશન, કૉમ્પ્યૂટર નૉલેજ
જેઇ (ઇએમઇ) – ઇઇ / એમઇ એન્જિનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાંની સાથે 1 વર્ષનો અનુભવ
જેઇ (સિવિલ) – સિવિલ એન્જિનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાની સાથે 1 વર્ષનો અનુભવ
હિન્દી ટાઇપિસ્ટ AG-II (Hindi)- ગ્રેજ્યૂએશન, હિન્દી ટાઇપિંગમાં 30 શબ્દો પ્રતિ મિનીટની સ્પીડ, અનુવાદમાં 1 વર્ષનો અનુભવ
સ્ટેનો ગ્રેડ- II – ગ્રેજ્યૂએશનની સાથે ડૉએક ઓ લેવલ સર્ટિફિકેટ, ટાઇપિંગ અને સ્ટેનોનુ જ્ઞાન
ઉંમર મર્યાદા -
જૂનિયર એન્જિનીયર (સિવિલ એન્જિનીયરિંગ) – 21 થી 28 વર્ષ
જૂનિયર એન્જિનીયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ) – 21 થી 28 વર્ષ
સ્ટેનો । ગ્રેડ- II – 21 થી 25 વર્ષ
એજી-III (હિન્દી) – 21 થી 28 વર્ષ
એજી-III (સામાન્ય) – 21 થી 27 વર્ષ
એજી-III (લેખા) – 21 થી 27 વર્ષ
એજી- III (ટેકનિકલ) – 21 થી 27 વર્ષ
એજી -III (ડિપો) – 21 થી 27 વર્ષ
ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ, 2022 થી કરવામાં આવશે.
પગારધોરણ -
જેઇ – 34000-103400 રૂપિયા
સ્ટેનો ગ્રેડ 2 – 30500-88100 રૂપિયા
એજી ગ્રેડ 3 – 28200- 79200 રૂપિયા
પસંદગી પ્રક્રિયા -
ઓનલાઇન લેખિત પરીક્ષા - ફેઝ 1 અને ફેઝ 2, ફેજ 1 ના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં જોડાય. તમામ પદો માટે ફેઝ -1 ટેસ્ટ કૉમન રહેશે.
અરજી ફી -
સામાન્ય /ઓબીસી /ઇડબલ્યૂએસઃ 500/-
એસસી/એસટી / દિવ્યાંગઃ 0/-
તમામ શ્રેણી મહિલાઃ 0/-
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ-ચલણના માધ્યમથી પરીક્ષા ફીની ચૂકવણી કરો.
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?
Education Loan Information:
Calculate Education Loan EMI