Jobs : લ્યો બોલો, ઉંદર પકડવા માટે બહાર પડાશે ભરતી, પગાર સરકારી કર્મચારી કરતાયે વધારે
મેયરે જાહેરાત કરી છે કે, ઉંદરોની વધતી વસ્તીનો સામનો કરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે. આશ્ચર્યજનક બાબત એ છે કે,ન્યુયોર્કમાં પસંદગી પામનાર ઉમેદવારોને જે પગાર આપવામાં આવશે.
Jobs : ઉંદરનો ત્રાસ કંઈ ભારતમાં જ હોય એવુ નથી. દેશથી લઈને વિદેશમાં પણ દરેક જગ્યાએ ઉંદરોનો ભારે આતંક છે. ઉંદરોના આતંકને કારણે સામાન્ય માણસથી લઈને અધિકારીઓ પરેશાન રહે છે. તાજેતરમાં જ અમેરિકાના ન્યુયોર્કમાં ઉંદરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે હવે તમનો સામનો કરવા માટે લોકોને નોકરીએ રાખવામાં આવી રહ્યા છે.
ન્યુયોર્કના મેયરે જાહેરાત કરી છે કે, ઉંદરોની વધતી વસ્તીનો સામનો કરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે. આશ્ચર્યજનક બાબત એ છે કે,ન્યુયોર્કમાં પસંદગી પામનાર ઉમેદવારોને જે પગાર આપવામાં આવશે તે ભારતના સરકારી વિભાગોમાં નોકરી કરનારા કર્મચારીઓ કરતા પણ વધારે હશે.
એક રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં છેલ્લા બે વર્ષમાં ઉંદરોની સંખ્યામાં 71 ટકાનો વધારો થયો છે. સબવેથી લઈને ઘરો સુધી ઉંદરોએ આતંક મચાવ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે શહેરમાં વધી રહેલા કચરાના કારણે ઉંદરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું હતું કે, મને ઉંદરોથી સખત નફરત છે. જો તમે ન્યુયોર્ક સિટીમાં વધી રહેલા ઉંદરોની વસ્તીના ત્રાસમાંથી મુક્તિ ઈચ્છો અને તેમાં પોતાનું યોગદાન આપવા માંગો છો તેમજ તેની વસ્તીને વધતી અટકાવવા માંગતા હો તો આ નોકરી ખાસ કરીને તમારા માટે જ છે.
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 1 હજાર 20 ડોલર થી 1 હજાર 70 ડોલર વચ્ચેનો પગાર આપવામાં આવશે. પરંતુ અરજી કરનાર ઉમેદવાર માત્ર ન્યુયોર્કનો રહેવાસી હોવો જોઈએ. આ ઉપરાંત, અરજદાર સ્નાતક હોવો જોઈએ અને ઉંદરોને મારવા માટે પણ સંકલ્પબદ્ધ હોવો જોઈએ. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2014માં ન્યૂયોર્કમાં ઉંદરોની વસ્તી 20 લાખ હતી. શિકાગો શહેરમાં ઉંદરોની વસ્તી સૌથી વધુ છે.
હવે ઓયો કર્મચારીઓની કરશે છટણી, 600 લોકોની જશે નોકરી
IPO લાવવાની તૈયારી કરી રહેલી ટ્રાવેલ ટેક્નોલોજી ફર્મ ઓયોએ શનિવારે કહ્યું કે તે ટેક્નોલોજી અને કોર્પોરેટ સેક્ટરમાં 600 નોકરીઓ કાપશે. આ રીતે, કંપની તેના 3,700 કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડશે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે.
ટ્રાવેલ ટેક ફર્મ OYO તેનો IPO લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. જો કે આ પહેલા શનિવારે કંપનીના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઓયોએ કહ્યું કે તે તેના 3700 કર્મચારી આધારને લગભગ 10 ટકા ઘટાડીને 600 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે.
Education Loan Information:
Calculate Education Loan EMI