શોધખોળ કરો

NEET UG 2025 Registration: માર્ચની આ તારીખ સુધીભરી શકાશે, નીટ યૂજીસી ફોર્મ, જાણો સંબંધિત અપડેટસ

NEET UG પરીક્ષા 04 મે 2025 ના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટેની પરીક્ષા સિટી સ્લિપ 226 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 1 મે 2025ના રોજ જાહેર કરવામાં આવશે.

NEET UG પરીક્ષા 04 મે 2025 ના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટેની પરીક્ષા સિટી સ્લિપ 226 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 1 મે 2025ના રોજ જાહેર  કરવામાં આવશે. હોલ ટિકિટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષાના સફળ સંચાલન પછી, પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે. વધુ માહિતી માટે તમે પોર્ટલની મુલાકાત લઈ શકો છો.

અંડરગ્રેજ્યુએટ (NEET UG 2025) માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઑનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ભરી શકાય છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરવા માટે 07 માર્ચ, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે, નીચે અમે પરીક્ષા સંબંધિત 5 મુખ્ય અપડેટ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે અરજી કરનારા ઉમેદવારો માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

NEET UG પરીક્ષા 2025 માટેની અરજી પ્રક્રિયા પૂરી થયા પછી, ઉમેદવારોને કરેક્શન માટે તક આપવામાં આવશે. આ માટે 9 માર્ચ, 2025ના રોજ કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. ઉમેદવારોએ આ સમયગાળા દરમિયાન નિયત વિભાગમાં ફેરફાર કરવાનો રહેશે. સુધારણા માટેની છેલ્લી તારીખ માર્ચ 11, 2025 છે. છેલ્લી તારીખ પછી સ્વીકારવામાં આવશે નહીં.

2- આ વર્ષે NEET UG પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ હવે પરીક્ષાનો સમયગાળો ઘટાડીને 3 કલાક કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ ઉમેદવારોને 3 કલાક 20 મિનિટનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હવે 20 મિનિટના બદલે માત્ર ત્રણ કલાકનો સમય પ્રશ્નપત્ર ઉકેલવા માટે આપવામાં આવશે.

3- તાજેતરમાં NTA દ્વારા પરીક્ષા માટે અરજી કરતી વખતે AparID કાર્ડનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, બાદમાં NTAએ આ સંબંધમાં માહિતી જાહેર કરી અને જણાવ્યું કે માત્ર Apar ID સાથે પરીક્ષા માટે નોંધણી કરાવવી ફરજિયાત નથી. ઉમેદવારો ઉપલબ્ધ કોઈપણ માધ્યમ દ્વારા પરીક્ષા માટે અરજી કરી શકે છે.

4-NEET UG 2025 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં 17 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. તેનાથી નાની ઉંમરના ઉમેદવારોને આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે નહીં. આ સંબંધમાં વધુ વિગતો જાણવા માટે, તમે સૂચના ચકાસી શકો છો.

5- NEET UG પરીક્ષા સંબંધિત પ્રશ્નો પૂછવા માટે NTA દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ ઉમેદવારો 011-40759000/011-69227700 પર કોલ કરી શકે છે. ઉપરાંત, જો ઉમેદવારો ઈચ્છે તો તેઓ neetug2025@nta.ac.in પર ઈમેલ પણ કરી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Embed widget