UGC Net Admit Card : 24 થી 27 ડિસેમ્બર સુધી યોજાનારી યુજીસી નેટની પરીક્ષાના એડમિટ કાર્ય થયા જાહેર
જે ઉમેદવારો આ તારીખો પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની વિગતો દાખલ કર્યા પછી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
UGC Net Admit Card : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 24 થી 27 ડિસેમ્બર સુધી યોજાનારી પરીક્ષા માટે હોલ ટિકિટ ઑફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરી છે. એનટીએ એ યુજીસી નેટ પરીક્ષા માટે બીજા તબક્કામાં એડમિટ કાર્ડ ઈસ્યું કર્યા છે. બંગાળી ગ્રુપ I અને II, કન્નડ, હિન્દી ગ્રુપ I અને II, સંસ્કૃત અને હોમ સાયન્સ માટેના એડમિટ કાર્ડ 24 થી 27 ડિસેમ્બર દરમિયાન UGC NET પરીક્ષાના સમયપત્રક મુજબ જારી કરવામાં આવ્યા છે.
બાકીના પેપર માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. જે ઉમેદવારો આ તારીખો પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની વિગતો દાખલ કર્યા પછી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારોની સુવિધા માટે, નીચે આપેલા સ્ટેપને અનુસરીને હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકાય છે.
- UGC NET પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાવ.
- તે પછી હોમ પેજ પર UGC NET 2021 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો લિંક પર ક્લિક કરો.
- આ પછી જે નવી વિન્ડો ખુલે છે તેના પર તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો અને સબમિટ કરો.
- તે પછી તમારી લોગિન વિન્ડોમાંથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
શિફ્ટ સમય, પરીક્ષા કેન્દ્રો અને કોવિડ-19 સંક્રમણ સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરવાની માહિતી એડમિટ કાર્ડ પર આપવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હોલ ટિકિટ પર આપેલી વિગતોને સારી રીતે વાંચીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચે. આ સાથે, ઉમેદવારોએ એ નોંધવું પડશે કે પરીક્ષા કેન્દ્ર પર ફોટો આઈડી પ્રૂફની પ્રિન્ટેડ કોપી સાથે એડમિટ કાર્ડની પ્રિન્ટેડ નકલ સાથે રાખવી ફરજિયાત રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI