Karnavati University: કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આવેલી યુનાઇટેડવર્લ્ડ સ્કુલ ઑફ લૉએ ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન 2023નું આયોજન કર્યું
ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન એ વિદ્યાર્થીઓને વર્ગખંડના શિક્ષણ ઉપરાંતનું કાયદાનું જ્ઞાન પૂરું પાડવાની સાથે-સાથે વ્યવહારિક સ્થિતિઓમાં તેમના જ્ઞાનની કસોટી કરવાનું પણ એક માધ્યમ છે.
Karnavati University: કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આવેલી યુનાઇટેડવર્લ્ડ સ્કુલ ઑફ લૉ (યુડબ્લ્યુએસએલ)એ ગાંધીનગરના ઉવારસદમાં આવેલા યુનિવર્સિટીના કેમ્પસમાં 6થી 8 એપ્રિલ દરમિયાન તેના પ્રમુખ કાર્યક્રમોમાંથી એક એવા UWSL ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન 2023નું આયોજન કર્યું હતું. આ ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન 2023 પર્યાવરણ સંબંધિત કાયદા અને માનવાધિકાર સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદાની થીમ પર યોજવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન (એસએચઆરસી)ના ચેરપર્સન જસ્ટિસ રવિ ત્રિપાઠીની સાથે ગુજરાત હાઈ કોર્ટના જજ જસ્ટિસ નિરલ મહેતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.
આ સમારંભ દરમિયાન યુડબ્લ્યુએસએલના ડીન ડૉ. પી. લક્ષ્મી પણ હાજર રહ્યાં હતાં. મહેમાનો અને વિદ્યાર્થીઓને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, ‘ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન 2023 એ ફક્ત એક શૈક્ષણિક સ્વાધ્યાય નથી પરંતુ કાયદાના વ્યવસાયની આગામી પેઢીનું ઘડતર કરવા માટેનું એક મહત્ત્વનું સાધન પણ છે.’
ઇન્ટરનેશનલ મૂટ કૉર્ટ કૉમ્પિટિશન એ વિદ્યાર્થીઓને વર્ગખંડના શિક્ષણ ઉપરાંતનું કાયદાનું જ્ઞાન પૂરું પાડવાની સાથે-સાથે વ્યવહારિક સ્થિતિઓમાં તેમના જ્ઞાનની કસોટી કરવાનું પણ એક માધ્યમ છે. તે વિદ્યાર્થીઓને તેમના વાક્કૌશલને સુધારવામાં પણ મદદરૂપ થાય છે. નેપાળ અને બાંગ્લાદેશની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્યો સહિત દેશની ટોચના રેન્કની લૉ કૉલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન (એસએચઆરસી)ના ચેરપર્સન જસ્ટિસ રવિ ત્રિપાઠીએ પર્યાવરણને લગતા કાયદા અને માનવાધિકારોને લગતા કાયદા સંબંધિત સમસ્યાઓથી વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. તેમણે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંગે વિગતવાર વાત કરી હતી. માનનીય જસ્ટિસ રવિ ત્રિપાઠીએ વિદ્યાર્થીઓને એક શપથ લેવાનું પણ સૂચવ્યું હતું, જેમ કે, ‘હું ક્યારેય, ક્યાંય પણ માનવાધિકારોના કોઇપણ પ્રકારના ઉલ્લંઘનને સાંખી લઇશ નહીં.’
ગુજરાત હાઈ કોર્ટમાં કાર્યરત જજ જસ્ટિસ નિરલ આર. મહેતાએ પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં કાયદાના વ્યવસાયમાં આકરી મહેનતના મહત્ત્વ અંગે સવિસ્તાર સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘કાયદાના વ્યવસાયમાં આકરી મહેનતનો કોઈ વિકલ્પ નથી. આવા કિસ્સામાં હંમેશા આત્મવિશ્વાસની આવશ્યકતા હોય છે. કેસના અંતે તમે જીતો છો કે હારો છો, તેનું મહત્ત્વ નથી, મહત્ત્વની બાબત તો એ છે કે, તમે કેસને કેવી રીતે સંભાળો છો.’
Education Loan Information:
Calculate Education Loan EMI