શોધખોળ કરો
Advertisement
ગુજરાત લોકસભાની 26 બેઠકો પર કેટલા ટકા થયું મતદાન, આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો ઉપર અંદાજે 63.67 ટકા મતદાન નોંધાયું છે. જોરદાર ગરમીનો માહોલ હોવા છતાં સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહપૂર્વક વોટિંગ કર્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં 26 લોકસભા બેઠકો ઉપર અંદાજે 63.67 ટકા મતદાન નોંધાયું છે. જોરદાર ગરમીનો માહોલ હોવા છતાં સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહપૂર્વક વોટિંગ કર્યું હતું. એકંદરે શાંતિપૂર્વક યોજાયેલા મતદાનમાં 45 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ 2014ની તુલનામાં આ વખતે મતદાનમાં 0.01 ટકાનો મામૂલી વધારો નોંધાયો છે.
આ ઉપરાંત સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં નોંધાયું હતું. વલસાડ બેઠક પર 74.09 ટકા મતદાન થયું હતું જ્યારે અમરેલી બેઠક પર 55.74 ટકા મતદાન થયું હતું. ગુજરાતના જિલ્લાઓમાં કેટલા ટકા કેટલું મતદાન થયું તેની પર એક નજર કરીએ.
કચ્છ - 57.53, બનાસકાંઠા- 64.71, પાટણ- 61.74, મહેસાણા- 65.04, સાબરકાંઠા- 67.21, ગાંધીનગર - 64.94, અમદાવાદ(પૂ.)- 60.77, અમદાવાદ(પ.)-59.82
સુરેન્દ્રનગર- 57.84, રાજકોટ - 63.15, પોરબંદર - 56.79, જામનગર - 58.49, જૂનાગઢ - 60.70, અમરેલી - 55.74, ભાવનગર - 58.42, આણંદ - 66.03,
ખેડા - 60.62, પંચમહાલ - 61.69, દાહોદ - 66.05, વડોદરા - 67.61, છોટાઉદેપુર - 72.89, ભરૂચ - 71.77, બારડોલી - 73.57, સુરત - 63.98, નવસારી - 66.42 અને વલસાડ -74.09 ટકા સરેરાશ મતદાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement