શોધખોળ કરો
Advertisement
ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કયા નેતાને લાગી લોટરી? ક્યાંથી મળી ટિકીટ?
ખેડાઃ કોંગ્રેસ દ્વારા ગઈ કાલે બાકીની આઠ બેઠકમાંથી છ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ છ બેઠકમાંથી ખેડા બેઠક પર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા બિમલ શાહને લોટરી લાગી છે. કોંગ્રેસે તેમને ખેડા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે, તેમનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ નારજગી વ્યક્ત કરી દીધી છે. એટલું જ નહિં, કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામું ધરી દીધું છે.
જેને કારણે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કઠલાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખ કાળુસિંહ ડાભીએ લોકસભા ટિકિટ ન મળવાથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે તેમણે કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાનો દાવો કર્યો હતો. પરંતુ ખેડા બેઠક પર કોંગ્રેસે બિમલ શાહને ટિકિટ આપી હતી.
તેમણે દિનશા પટેલના કારણે ટિકિટ કપાઇ હોવાનો દાવો કરી જણાવ્યું કે, બિમલ શાહ કોઈ પણ હિસાબે જીતી નહીં શકે. દિનશા પટેલ ખેડામાં કોંગ્રેસને નબળી પાડી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement