શોધખોળ કરો
Advertisement
ભાજપની પશ્ચિમ બંગાળમાં મોટી જીત, નગર નિગમની ચૂંટણી TMCના સુપડાં સાફ
અહીંના બેરકપુર વિસ્તારથી ભાજપની ટીકિટ પર અર્જુન સિંહ જીતીને આવ્યા છે. તેઓ હાલમાં જ તૃણમુલ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે બેરકપુરમાં 3 વખતના સાંસદ દિનેશ ત્રિવેદીને હરાવીને ભાજપને જીત અપાવી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ચાલુ થઈ ભાજપની લહેર પશ્ચિમ બંગાળ સતત ચાલી રહી છે. હવે સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં પણ ભાજપ મમતા બેનર્જીની તૃણમુલને ઝટકા આપી રહી છે. મંગળવારે ભાટપારાનાં નિગમ ચૂંટણી યોજાઈ હતી. અહીં તો ભાજપે તૃણમુલ કોંગ્રેસનો સફાયો જ કરી નાખ્યો હતો. સમગ્ર નગરપાલિકામાં મમતા બેનર્જીને પાર્ટીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. અહીં 26માંથી 26 ઉમેદવાર ભાજપનાં જ જીત્યા હતા.
ભાજપનાં નવા ચેરમેન સૌરવ સિંહ ચૂંટાયા છે. લોકસભા ચૂંટણી બાદ ભટપારા નગરપાલિકા પર કબ્જા મુદ્દે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. જોકે ચૂંટણી બાદ આવેલા પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસનો શરમજનક સ્થિતીમાં મુકાઈ ગયું હતું.
અત્યાર સુધી ભાજપે પશ્ચિમ બંગાળ કોઈ પણ નગર પાલિકા પર કબ્જો જમાવ્યો નથી. આ પહેલી નગરપાલિકા છે જ્યાં ભાજપે કબ્જો મેળવી લીધો હોય. ભાટપારા વિધાનસભામાં પણ ભાજપ ઉમેદવારે જ જીત પ્રાપ્ત કરી હતી.
અહીંના બેરકપુર વિસ્તારથી ભાજપની ટીકિટ પર અર્જુન સિંહ જીતીને આવ્યા છે. તેઓ હાલમાં જ તૃણમુલ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે બેરકપુરમાં 3 વખતના સાંસદ દિનેશ ત્રિવેદીને હરાવીને ભાજપને જીત અપાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement