શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના કયા ચાર ઉમેદવારે મેદાન માર્યું? જાણો વિગત
ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે. આ સાથે ગુજરાતની 4 વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ બીજેપીના ચારેય ઉમેદવારની જીત થઈ છે.

અમદાવાદ: લોકસભા ચૂંટણીની 542 બેઠક માટે મતગણતરી યોજવામાં આવી હતી જેમાં મોદી વેવમાં કેટલાએ વિપક્ષના મોટા નેતાઓનો સફાયો થયો હતો. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને ચાર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું પરિણામ પણ આવી ગયું છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી દીધા છે. આ સાથે ગુજરાતની 4 વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ બીજેપીના ચારેય ઉમેદવારની જીત થઈ છે. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ સાબરિયાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલને 34280 મતોથી પરાજય આપ્યો છે. જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના રાઘવજી પટેલનો કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા સામે 33022 મતોથી વિજય થયો છે. માણાવદર પેટાચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર જવાહરભાઈ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ જીમાભાઈ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જવાહર ચાવડાનો 9759 મતોથી વિજય થયો છે. ઊંઝાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સામે ભાજપના ઉમેદવાર ડો. આશાબેન પટેલની 23006 મતથી જીત થઈ છે.
વધુ વાંચો





















