શોધખોળ કરો

LokSabha 2024: રમતજગતના આ 3 મોટા દિગ્ગજો પણ ઉતર્યા હતા ચૂંટણી જંગમાં, જાણો શું થયા હાલ

Lok Sabha Election Result: ગઇકાલે લોકસભા 2024ના ચૂંટણી પરિણામો આવી ગયા છે. લોકસભા ચૂંટણીના આ પરિણામો પર સૌની નજર હતી. આ વખતે રમત જગતના કેટલાક મોટા નામો પણ મેદાનમાં હતા

Lok Sabha Election Result: ગઇકાલે લોકસભા 2024ના ચૂંટણી પરિણામો આવી ગયા છે. લોકસભા ચૂંટણીના આ પરિણામો પર સૌની નજર હતી. આ વખતે રમત જગતના કેટલાક મોટા નામો પણ મેદાનમાં હતા. તેમાંથી બે એવા ખેલાડીઓ હતા જેઓ ભારતીય ટીમ માટે રમ્યા હતા અને વર્લ્ડકપ વિજેતા ટીમમાં પણ હતા, તો વળી એક ખેલાડી તો એથ્લેટિકનો પણ છે.

ત્રણ ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો બેને સફળતા મળી પરંતુ ત્રીજાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. તેઓ વિજય નોંધાવવામાં નિષ્ફળ રહ્યા અને લોકસભામાં પણ જઈ શકશે નહીં. બીજી મહત્વની વાત એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા બંને પૂર્વ ક્રિકેટરો બંગાળમાંથી ચૂંટણી લડ્યા હતા.

કીર્તિ આઝાદઃ - 
1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમમાં કીર્તિ આઝાદ પણ હતા. તે ટીમનો સભ્ય હતો. મમતા બેનર્જીએ તેમને બંગાળની બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી માટે ટિકિટ આપી હતી. ભાજપના દિગ્ગજ નેતા દિલીપ ઘોષ કીર્તિ આઝાદ સામે લડી રહ્યા હતા. દિલીપ ઘોષને હારનો સામનો કરવો પડ્યો હતો. કીર્તિ આઝાદે અંદાજે 1 લાખ 40 હજાર રૂપિયાના માર્જિનથી આ સીટ જીતી હતી.

યુસુફ પઠાણઃ - 
વર્ષ 2007માં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો અને યુસુફ પઠાણ ફાઇનલમાં ઓપનિંગ કરવા આવ્યો હતો. તે મેચ પાકિસ્તાન સામે હતી. ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી હતી. આ વખતે રાજકીય પીચ પર રમતા યુસુફ પઠાણે પોતાનું નામ બનાવ્યું હતું. પઠાણને બહેરામપુર બેઠક પરથી મમતા બેનર્જીએ ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને જીત નોંધાવી હતી.

દેવેન્દ્ર ઝાઝરિયાઃ - 
પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાઝરિયાએ રાજસ્થાનની ચુરુ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને સફળતા મળી ના હતી. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રાહુલ કાસવાનને ટિકિટ આપી દેવેન્દ્ર સામે ચૂંટણી લડી હતી, રાહુલ કાસવાન જીતી ગયા હતા અને દેવેન્દ્રનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો:
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો: "પહેલા ફેફસાં જોયા, પછી કપાયેલા હાથ..." પ્રત્યક્ષદર્શીએ કહી રૂંવાડા ઊભા કરી દે તેવી વાત
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
Embed widget