શોધખોળ કરો
Advertisement
મોદી વિરૂદ્ધ ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો કોણ લડશે કેસ
BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા જવાન તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયાં બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે
નવી દિલ્હીઃ BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા જવાન તેજબહાદુર યાદવે વારાણસી સંસદીય સીટ પરથી તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયાં બાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વડાપ્રધાન મોદીને વારાણસીથી પડકાર આપવા તેજબહાદુરે બીજી વખત 29 એપ્રિલ સપાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું, પરંતુ તપાસ બાદ યાદવની ઉમેદવારી ચૂંટણી પંચે તેને રદ કરી હતી. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં તેજબહાદુર યાદવનો કેસ લડશે.
સપામાંથી ઉમેદવારી પત્ર ભર્યા પહેલાં તેજબહાદુરે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નોટિસ મોકલી હતી, જેમાં કહેવાયું હતું કે તેમના શપથ પત્રમાં નોકરીમાંથી બર્ખાસ્ત કરવાના અલગ અલગ કારણો જણાવવામાં આવ્યા છે. જેનો જવાબ દાખલ કરવા માટે તેને 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ મુજબ જો કોઈ કર્મચારીને સરકારી નોકરીમાંથી બર્ખાસ્ત કરવામાં આવે તો તેની જાણકારી આપવી જરૂરી હોય છે. જે બાદ આદેશ મળે તો તે ઉમેદવારી પત્ર ભરી શકે છે. પરંતુ તેજબહાદુરે આ નિયમોનું પાલન કર્યું ન હતું.
બંને ઉમેદવારી પત્ર રદ થયાં બાદ તેજબહાદુર સપા ઉમેદવાર શાલિની યાદવના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં છે. ગત દિવસોમાં તેના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. જેના પર યાદવે કહ્યું હતું કે મારા વિરૂદ્ધ સતત ષડયંત્ર થઈ રહ્યાં છે. ભાજપ જાણે છે કે અસલી ચોકીદાર ક્યાંક નકલીને ટક્કર ન આપે. મારું મિશન શાલિની યાદવને જીતાડવાનું છે, તે મારી બહેન છે અને હું ભાઈની ફરજ પૂરી કરીશ.
Dismissed BSF jawan Tej Bahadur Yadav approaches Supreme Court challenging rejection of his nomination as Samajwadi Party candidate from Varanasi Lok Sabha Constituency. Advocate Prashant Bhushan is appearing for Yadav (file pic) pic.twitter.com/Wr5x1zqZh7
— ANI (@ANI) May 6, 2019
IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત
વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને શું કરી માંગણી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion