શોધખોળ કરો
ભાજપ ક્યારે કરી શકે છે 180 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) શનિવારે 180 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાવાની છે. ત્યાર બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.
સુત્રો પ્રમાણે, 11 એપ્રિલે પહેલા ચરણનું વોટિંગ થવાનું છે જોકે હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. જેમ-જેમ વોટિંગના દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ કાર્યકરોની બેચેની વધતી જાય છે.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના દળો પોતાનો ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂક્યા છે. કોંગ્રેસે બે યાદી જાહેર કરી દીધી છે જેમાં યુપીની 27 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.
7 માર્ચે જાહેર કરવામાં આવેલ પોતાના પહેલા લિસ્ટમાં કોંગ્રેસે યુપીની 11 અને ગુજરાતની 4 બેઠકો પર પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધા હતાં. જ્યારે 13 માર્ચે જાહેર થયેલ બીજી યાદીમાં કોંગ્રેસે યુપીની 16 અને મહારાષ્ટ્રની 5 સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement