શોધખોળ કરો
Advertisement
એક મંચ પર જુના રાજકીય દુશ્મનો, માયાવતી મુલાયમ માટે માંગશે આજે વૉટ, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, મેનપુરીના ક્રિશ્ચિયન ફિલ્ડમાં બપોરે એક વાગે એક સંયુક્ત રેલી યોજાશે. આ રેલી એટલા માટે ખાસ છે કે, વર્ષ 1995 બાદ પહેલીવાર માયાવતી, મુલાયમ સિંહની સાથે મંચ પર દેખાશે. બન્ને પક્ષો ગઠબંધન અંતર્ગત એક મંચ પર આવશે. આ એક ઐતિહાસિક ઘટના બનશે
લખનઉઃ લોકસભાની ચૂંટણી વધુ રસપ્રદ થતી જાય છે, યુપીમાં આજે એક અનોખો સંયોગ જોવા મળશે. રાજ્યમાં કેટલાય વર્ષોથી રાજકીય દુશ્મની વ્હોરી રહેલા બે પક્ષોના મુખીયા એક મંચ પર હાજરી આપશે. ઉત્તરપ્રદેશમાં આજે સપા-બસપા-આરએલડી ગઠબંધનની ચૌથી સંયુક્ત રેલી મેનપુરીમાં યોજાશે. આ દરમિયાન બીએસપી ચીફ માયાવતી પોતાના જુના રાજકીય દુશ્મન એસપી સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ માટે વૉટ માંગશે.
રિપોર્ટ અનુસાર, મેનપુરીના ક્રિશ્ચિયન ફિલ્ડમાં બપોરે એક વાગે એક સંયુક્ત રેલી યોજાશે. આ રેલી એટલા માટે ખાસ છે કે, વર્ષ 1995 બાદ પહેલીવાર માયાવતી, મુલાયમ સિંહની સાથે મંચ પર દેખાશે. બન્ને પક્ષો ગઠબંધન અંતર્ગત એક મંચ પર આવશે. આ એક ઐતિહાસિક ઘટના બનશે.
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ મેનપુરી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે, જે એસપી-બીએસપી ગઠબંધનમાં એસપીના ફાળે આવેલી છે. આ વખતે આઝમગઢ બેઠક પરથી એસપી પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement