PM મોદીનો આરોપ, કહ્યું- ગાંધી પરિવારે INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કર્યો
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધીએ પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા ગયા ત્યારની આ વાત છે.
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધીએ પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા ગયા ત્યારની આ વાત છે. દેશની રક્ષા કરનારાને પોતાની જાગીર કોણ સમજતું હતું. રાજીવ ગાંધીની સાથે રજા ગાળનારામાં તેના સાસરિયા એટલેકે ઇટાલીના લોકો પણ સામેલ હતા. સવાલ એ છે કે શું વિદેશીઓને ભારતની વોરશિપ પર લઇ ગયા ત્યારે દેશની સુરક્ષા સાથે છેડછાડ નહોતી કરવામાં આવી? જ્યારે એક પરિવાર જ સર્વોચ્ચ થઇ જાય છે ત્યારે દેશની સુરક્ષા દાવ પર લાગી જાય છે.#WATCH PM Modi in Delhi: At the time when, INS Virat was positioned for protection of maritime boundaries, it was sent to take Rajiv Gandhi and his family to an island for their holiday. Even his in-laws were onboard INS Virat. Was it not a compromise of national security? pic.twitter.com/3RXdtJHF2m
— ANI (@ANI) May 8, 2019
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે પરંતુ તેમણે જણાવવું પડશે કે 1984ના શીખ રમખાણોમાં થયેલા અન્યાયનો હિસાબ કોણ આપશે ? કોંગ્રેસે દેશ સાથે જે અન્યાય કર્યો છે અમે તેને સતત ઓછો કરવાની કોશિશ કરી રહ્યા છે. મને સંતોષ છે કે ત્રણ દાયકા બાદ પ્રથમ વખત 84ના શીખ રમખાણોના ગુનેગારો સુધી કાનૂન પહોંચ્યું છે.PM Modi addressing a public rally in Delhi: Even Navy personnel were put on service of Rajiv Gandhi and his family while they were vacationing at the island. INS Virat was also stationed at the island for 10 days during that time. https://t.co/UbZH1pkYYV
— ANI (@ANI) May 8, 2019
PM મોદીના ભાષણને સાંભળવા રામલીલા મેદાન પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.PM in Delhi: The nation is looking at the 4th generation of naamdar family of Congress. But this dynastic mindset has not been restricted to just one family. All those who have been close to this family have carried forward the flag of dynasty. pic.twitter.com/TZeS3uQx5W
— ANI (@ANI) May 8, 2019
Delhi: Visuals from Ramlila Maidan where Prime Minister Narendra Modi will address a public rally, shortly. pic.twitter.com/M06uWSJ45D
— ANI (@ANI) May 8, 2019