શોધખોળ કરો
Advertisement
પ્રચંડ જીત બાદ પીએમ મોદી આજે પહેલીવાર કાશીમાં, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, શાહ-યોગી સાથે
પીએમ મોદી સતત બીજીવાર વારાણસીથી સંસદ પહોંચ્યા છે. અહીં મોદીએ બમ્પર જીત સાથે એટલે કે 4.79 લાખ મતોથી મોટી જીત મેળવી છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીમાં જનતાનો આભાર માનવા પહોંચ્યા, નક્કી કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી અહીં કાશી પહોંચીને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હવે કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
કાશી વિશ્વનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ વિધિવત પૂજા કરી, આ દરમિયાન પીએમ મોદી સાથે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. ત્રણેય નેતાઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં વિધિવત પૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. અહીં તેમને તેમની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. હવે બાબા વિશ્વનાથના આશીર્વાદ લઇને 30 મેએ બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
નોંધનીય છે કે, પીએમ મોદી સતત બીજીવાર વારાણસીથી સંસદ પહોંચ્યા છે. અહીં મોદીએ બમ્પર જીત સાથે એટલે કે 4.79 લાખ મતોથી મોટી જીત મેળવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement