શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ: પ્રતાપગઢમાં બોલ્યા PM મોદી, 'ગઠબંધનના નામે સપા-કૉંગ્રેસે માયાવતીનો ફાયદો ઉઠાવ્યો'
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક જનસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, સમાજવાદી પાર્ટીએ બહનજી માયાવતીને દગો આપ્યો છે.
લખનઉ: ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક જનસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, સમાજવાદી પાર્ટીએ બહનજી માયાવતીને દગો આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું, કૉંગ્રેસના નેતાઓ ખુશી ખુશી સમાજવાદી પાર્ટીની રેલીઓમાં મંચ પર જોવા મળે છે. માયવતી જાહેરમાં કૉંગ્રેસની આલોચના કરે છે, કૉંગ્રેસને આડે હાથ લે છે. જ્યારે સપાનું કૉંગ્રેસ તરફનું વલણ નરમ છે.
પીએમ મોદીએ કહ્યું, ગઠબંધનના નામે સપા-કૉંગ્રેસે માયાવતીનો ફાયદો ઉઠાવ્યો છે. બંને પાર્ટીઓએ બસપા સાથે રમત રમી છે. તેમણે કહ્યું, ઉત્તરપ્રદેશમાં ભાજપને હરાવવા બંને વિરોધી પાર્ટીઓ એક થઈ છે. તેમની મિત્રતામાં દમ નથી જોવા મળતો. સપાએ બહેનજીને એવો દગો આપ્યો છે કે તેમને સમજાતુ નથી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ઉત્તરપ્રદેશના લોકોએ નક્કી કર્યું છે કે વિકાસની આગળ તેમને બીજુ કંઈ મંજૂર નથી.PM in Pratapgarh: Congress leaders happily sharing stage with Samajwadi Party in rallies,these people have betrayed Behenji so cunningly that even she is not able to comprehend. Party which was staking claim to PM post before 1st round of voting now admits to being a vote cutter pic.twitter.com/HvfRVljq0o
— ANI UP (@ANINewsUP) May 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion