Punjab Election Result 2022 Live Updates: પંજાબમાં AAPની આંધીમાં દિગ્ગજો ઉડ્યા, 92 બેઠકો પર આપની જીત
Punjab Election Result 2022 Live: પંજાબ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. રાજ્યમાં મુખ્યત્વે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી દળ વચ્ચે જંગ છે.
LIVE
Background
Punjab Election Result 2022 Live: પંજાબમાં ચાલી રહેલી ચૂંટણીના ઘમાસાણમાં આજે પરિણામોનો વારો છે. રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો. એક્ઝિટ પોલના પરિણામોમાં AAP સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસના પંજાબ યુનિટના નેતાઓ પાર્ટીની જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનએ પણ દાવો કર્યો છે કે તેમના નેતૃત્વમાં સરકાર બનશે.
અમૃતસર પૂર્વ બેઠક પર નવજોત સિંહ સિદ્ધુ હાર્યા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અહીંથી આમ આદમી પાર્ટીના જીવન જ્યોત કૌરે ચૂંટણી જીતી છે. બંને વચ્ચે લગભગ 5 હજાર મતનો તફાવત હતો.
અરવિંદ કેજરીવાલે ભગવંત માનના ફોટા સાથે કર્યું ટ્વીટ
પંજાબમાં ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને મોટી લીડ મળ્યા બાદ પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ભગવંત માન સાથે પોતાની તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, પંજાબના લોકોને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
કેપ્ટન અમરિન્દર સિંહની પટિયાલા બેઠક પર હાર
પંજાબની પટિયાલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી જીત્યા છે, પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠક પરથી હારી ગયા છે. કેપ્ટને ચૂંટણી પહેલા કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી હતી.
ચન્ની બંને બેઠકો પર પાછળ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની તેમની બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. ચન્ની આ વખતે ચમકૌર સિંહ સાહિબ અને ભદૌર વિધાનસભા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અમૃતસર પૂર્વ બેઠક પર AAP ઉમેદવાર આગળ, સિદ્ધુ બીજા નંબરે
પંજાબની હોટ સીટ પૈકીની એક અમૃતસર પૂર્વમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જ્યોત કૌર આગળ ચાલી રહ્યા છે. બીજા નંબર પર કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ છે. અકાલી દળના બિક્રમજીત સિંહ મજીઠિયા ત્રીજા નંબર પર છે.