શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM
ટોડાભીમ સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ કહ્યું, જ્યારે પાર્ટી સત્તામાં હોયો ત્યારે હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય તો આ જવાબદારી અધ્યક્ષની રહે છે. તેમણે કહ્યું કે, સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તે મારો વ્યક્તિગત અભિપ્રાય છે.
જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસની કારમી હાર બાદ આંતરિક ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. પાર્ટીના એક ધારાસભ્યએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગેહલોતે લેવી જોઈએ અને તેમને પદ પરથી હટાવી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.
ટોડાભીમ સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ જયપુરમાં પાર્ટીની પ્રદેશ ઓફિસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, જ્યારે પાર્ટી સત્તામાં હોયો ત્યારે હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય તો આ જવાબદારી અધ્યક્ષની રહે છે. તેમણે કહ્યું કે, સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તે મારો વ્યક્તિગત અભિપ્રાય છે. મીણાએ કહ્યું કે, હું આ વાત પહેલા પણ કહી ચુક્યો છું.
થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે જોધપુર સીટ પરથી પાર્ટીના હારની જવાબદારી લેવી જોઈએ. તેઓ અહીંયા શાનદાર જીતનો દાવો કરી રહ્યા હતા. જે બાદ ગેહલોત અને પાયલટના સમર્થનમાં અલગ અલગ નિવેદન આવી રહ્યા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં હોવા છતાં લોકસભા ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રની પણ હાર થઈ હતી. કોંગ્રેસમાં સતત બીજી વખત રાજસ્થાનમાં ખાતું ખોલાવી શકી નહોતી. રાજસ્થાનમાં લોકસભાની 25 સીટ છે.
વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા સહિત આ ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત
ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા, પાલનપુર નજીક એપીસેન્ટર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement