શોધખોળ કરો

Dadasaheb Phalke Award 2021: સુપરસ્ટાર રજનીકાંતને મળશે ફિલ્મની દુનિયાનો સૌથી મોટો ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

રજનીકાંતે 25 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ તમિલ ફિલ્મ ‘અપૂર્વ રાગનગાલ’ હતી.

Rajinikanth Dadasaheb Phalke Award: દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે. આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ત્રણ મેના રોજ આપવામાં આવશે. રજનીકાંતની ઉંમર 71 વર્ષ છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, “સિનેમામાં શાનદાર યોગદાન માટે અત્યાર સુધી આ એવોર્ડ 50 વખત અલગ અલગ હસ્તીઓને આપવામાં આવ્યો છે. હવે 51મો એવોર્ડ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવશે. આ એવોર્ડ માટે રજનીકાંતની પસંદગીથી દેશને ખુશી થશે.”

સાઉથમાં મળ્યો છે ‘ભગવાન’નો દરજ્જો

12 ડિસેમ્બર 1950ના રોજ રજનીકાંતનો જન્મ બેંગલુરના મરાઠી પરિવારમાં થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલ રજનીકાંતે પોતાની મહેનત અને સંઘર્ષના જોહેર ટોલીવૂડમાં જ નહીં પણ બોલિવૂડમાં પણ ઘણું નામ કમાયું છે. સાઉથમાં તો રજનીકાંતને થલાઈવા અને ભગવાન કહેવામાં આવે છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

25 વર્ષની ઉંમરમાં કરી હતી ફિલ્મની કારકિર્દીની શરૂઆત

રજનીકાંતે 25 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ તમિલ ફિલ્મ ‘અપૂર્વ રાગનગાલ’ હતી. આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસન અને શ્રીવિદ્યા પણ હતા. 1975થી 1977ની વચ્ચે તેમણે મોટેભાગની ફિલ્મો કમલ હાસનની સાથે વિલનની ભૂમિકામાં કરી હતી. લીડ રોલમાં તેની પ્રથમ તમિલ ફિલ્મ 1978માં ભૈરવી આવી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી અને રજનીકાંત સ્ટાર બની ગયા.

અલગ સ્ટાઈલના બાદશાહ છે રજનીકાંત

સાઉથમાં છવાઈ ગયા બાદ રજનીકાંતે બોલિવૂડમાં પણ ઝંપલાવ્યું હતું અને ફિલ્મ અંધા કાનૂનથી ડેબ્યું કર્યું. બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને સિગ્નેચર સ્ટાઈલથી તેમણે લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. તેમની સિગરેટને ફ્લિમ કરવાનો અંદાજ હોય કે સિક્કો ઉછાળવાની યૂનિક સ્ટાઈલ હોય કે ચશ્મા પહેરવા અને હસવાનો અંદાજ બધું જ ખૂબ પસંદ કરવામાં આવ્યું. દેશમાં જ નહીં વિદેશમાં પણ રજનીકાંતની સ્ટાઈલની કોપી કરવામાં આવી.

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget