(Source: ECI/ABP News/ABP Majha)
Video: રોડની સાઈડમાં ઊભો હતો આધેડ, અચાનક તેજ રફતાર સાથે કાર આવી અને પછી..
Shocking Video: વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં એક ઝડપી એસયુવી લગભગ એક વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારતી જોવા મળે છે, ત્યારબાદ વાહનના ટુકડા થઈ જાય છે.
Trending Accident Video: ઘણી વખત ઘણા લોકોનું નસીબ એટલું સારું હોય છે કે તેઓ સૌથી મોટી દુર્ઘટનામાંથી ચમત્કારિક રીતે બચી જતા જોવા મળ્યા છે. જ્યારે આવી જ કેટલીક ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે ત્યારે લોકોના આશ્ચર્યનું કોઈ સ્થાન રહેતું નથી. આવો જ એક વીડિયો એક ઝડપભેર આવતી કારનો પણ વાઈરલ થયો છે. જેમાં પહેલી નજરે તો એવું જ લાગે છે કે આ અકસ્માતમાં આધેડ કચડાઈ જાય છે. પરંતુ એવું ખરેખર બનતું નથી અને ચમત્કારિક રીતે આ વૃદ્ધનો અજીબ બચાવ થતો જોઇ શકાય છે. આ ચોંકાવનારી ક્લિપથી લોકો આઘાતમાં છે.
The Flip Flop is Safe pic.twitter.com/G2rKEqqYyH
— Top Videos (@TopVideosOnly) March 29, 2023
કહેવાય છે કે "જાકો રાખે સાઇયાં માર સકે ના કોઈ..." આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ રોડની બાજુમાં ફૂટપાથ પર ઉભેલા જોવા મળે છે અને ત્યાં અચાનક એક ખૂબ જ રફતાર સાથે કાર આવતી તેઓને જોવા મળે છે. તેઓ તેમનું માથું જેવુ વિરુદ્ધ દિશામાં ફેરવે છે કેમ કે તેમની આંખોમાં કારની લાઇટ પડે છે. વીડિયોમાં જો શકાય છે કે એક બેકાબૂ એસયુવી તેજ રફતાર સાથે આધેડ સામે આવી રહી છે. જો કે સદનસીબે આ આધેડનો જોરદાર રીતે બચાવ થાય છે. આ વિડિયો જોઈને સૌ કોઈના રૂવાટા ઊભા થઈ જશે.
માંડ માંડ બચ્યો વૃદ્ધનો જીવ
આગળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જોરદાર અથડામણ પછી કાર ઉપરની તરફ ફેંકાઈ છે અને 40 ડિગ્રીના ખૂણા પર ફરી વળે છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી જાય છે. પરંતુ સદનસીબે એક વૃદ્ધનો જીવ બચી ગયો. વાહનની બાજુની એરબેગ ખુલેલી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જેના કારણે વાહન ચાલકને પણ કોઈ નુકસાન થયું ન હતું.
અકસ્માતનો વીડિયો વાયરલ..
અકસ્માતનો આ ભયાનક વીડિયો ટ્વીટર પર ટોપ વીડિયો @TopVideosOnly દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "ફ્લિપ ફ્લોપ ઇઝ સેફ" જ્યારથી આ વીડિયો શેર થયો છે ત્યારથી અત્યાર સુધી લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે આ કાર રોડની બાજુમાં બનેલી ફૂટપાથ પર મોતના રૂપમાં ઘસી આવી જો કે સદનસીબે સાઈડમાં ઉભેલા વૃદ્ધનો ચમકારીક બચાવ થાય છે.