આમિર ખાને મોટો ફેંસલો લેતા યૌન શોષણન આરોપી સુભાષ કપૂરની ફિલ્મ ‘મુગલ’ છોડી દીધી છે. આ અંગે આમિરે તેની પત્ની કિરણ રાવ સાથે ટ્વિટર પર એક નોટ લખી છે. જેમાં યૌન શોષણ સામે ઝીરો ટોલરેન્સની વાત કરવામાં આવી છે.
2/4
તેમણે કોઈપણ પ્રકારના યૌન શૌષણની નિંદા કરતાં લખ્યું છે કે ક્રિએટિવ લોકો હોવાના કારણે સામાજિક મુદ્દાનો નિવેડો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આમિર ખાન પ્રોડક્શન્સ હંમેશાથી યૌન શૌષણ સામે ઝીરો ટોલરેન્સ પોલિસી અપનાવતું આવ્યું છે.
3/4
આમિર ખાનની નોટ બાદ આરોપી સુભાષ કપૂરે કહ્યું કે, મામલો અદાલતમાં છે. જ્યાં હું મારી નિર્દોષતા સાબિત કરી દઈશ.
4/4
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી મી ટૂ મૂવમેન્ટ હવે રંગ દર્શાવી રહી છે. તનુશ્રી દત્તા બાદ અનેક મહિલાઓ આ મુદ્દે બોલી રહી છે અને તેમની સાથે થયેલા યૌન શોષણ કે જાતિય સતામણીનો અનુભવ શેર કરી રહી છે. બોલીવુડના અનેક કલાકારો પણ આ મુવમેન્ટમાં જોડાઇ રહ્યા છે અને આ કડીમાં એક્ટર આમિર ખાનનું પણ નામ સામેલ થયું છે.