શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટરને યુઝરે કહ્યો બેરોજગાર, ટ્રોલર્સને આપ્યો આવો મજેદાર જવાબ
ટ્રોલરની વાત પર ગુસ્સે થયા વિના પોતાના અંદાજમાં જ અભિષેકે એ ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી.
મુંબઈઃ મુંબઈઃ અભિષેક બચ્ચન ટ્રોલર્સને કેમ બોલતા બંધ કરવા તે વાત સારી રીતે જાણે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુઝરે અભિષેકને બેરોજગાર કહીને તેની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અભિષેકે તેને મજેદાર જવાબ આપ્યો હતો.
સોશિયલ મીડિયામાં અભિષેક બચ્ચને એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, મન્ડે મોટિવેશન... એક ઉદ્દેશ રાખો..એક લક્ષ્ય બનાવીને રાખો...કંઈ પણ અસંભવ, જેને તમે પૂરું કરવા ઈચ્છો છો, પછી દુનિયાની સામે સાબિત કરો કે આ અસંભવ નથી. અભિષેકના મેસેજ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું હતું, સોમવારના દિવસે ખુશ રહેનાર વ્યક્તિને તમે શું કહેશો? બેરોજગાર?
જોકે ટ્રોલરની વાત પર ગુસ્સે થયા વિના પોતાના અંદાજમાં જ અભિષેકે એ ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી. તેણે ટ્રોલરને જવાબ આપતા ટ્વીટ કર્યું, ‘ના, હું આનાથી અસહમત છું. તેને બેરોજગાર ન કહેવાય. એ તો એવો વ્યક્તિ છે કે જે એવું કામ કરતો રહે છે જે તેને પસંદ છે.’#MondayMotivation #Believe pic.twitter.com/vmiqX0EcnY
— Abhishek Bachchan (@juniorbachchan) November 4, 2019
બાદમાં અભિષેકનો જવાબ સાંભળી ટ્રોલરની બોલતી બંધ થઈ ગઈ અને આ જોઈએ અન્ય લોકોએ તેની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું. અભિષેકનો જવાબ સાંભળી ફેન્સ ઈમ્પ્રેસ થઈ ગયા. અભિષેક બચ્ચનની વર્ષ 2018મા ‘મનમર્ઝિયા’ રિલીઝ થઈ હતી. હવે, અભિષેક ‘ધ બિગ બુલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન છે અને ફિલ્મ 1990થી 2000 સુધીની સત્યઘટના પર આધારિત છે. આ ઉપરાંત તે અનુરાગ બસુની એક ફિલ્મમાં જોવા મળશે.Nah! Disagree. Somebody who loves doing whatever they are doing.
— Abhishek Bachchan (@juniorbachchan) November 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement