ઉલ્લેખનીય છે કે, આ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ 8 નવેમ્બરે થવાની છે.
2/5
તેનું આ નિવેદન આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શેખ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર વખતે જ આવ્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ.
3/5
આ ઉપરાંત જ્યારે આમરિને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મામલે નમાઝના મુદ્દે પુછવામાં આવ્યુ તો આમિરે કહ્યું કે, જો આજે તે આ પ્રશ્નનો જવાબ આપી દેશે તો તે વિવાદનો વિષય બની જશે, અને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી જશે, એટલે હું આ પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતો.
4/5
હવે મુદ્દા પર બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરે કહ્યું કે, જો તે આને લઇને કંઇપણ કહેશે તો તેના ફિલ્મની રિલીઝમાં પ્રૉબ્લમ આવી શકે છે. આમિર ખાને કહ્યું કે, જો આ સવાલનો જવાબ આપીશ તો મારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી શકે છે.
5/5
નવી દિલ્હીઃ સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને લઇને મુસલમાનો હંમેશાથી દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યાં છે. થોડાક દિવસો પહેલા આ મુદ્દે હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્ત બબાલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારતની દુનિયાભરમાં નિંદા પણ થઇ હતી.