હમશકલમાં સાજીદની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહેલી સલોની ચોપડાએ જણાવ્યું હતું કે, સાજીદે કેટલાંય મહિનાઓ સુધી તેને જાતીય અને માનસિક હેરાનગતિ પહોંચાડી હતી. આ ઉપરાંત એક્ટ્રેસ રેચલ વ્હાઈટે પણ આરોપ લગાવ્યો છે કે, સાજિદે તેની સાથે તેના બ્રેસ્ટ અંગે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે, સાજીદ તેને એવી રીતે ઘૂરતો હતો જાણે તેણે કપડાં જ ન પહેર્યાં હોય.
2/5
અક્ષયે માંગ કરી છે કે, જેની સામે આરોપ લાગ્યા છે તેમની પીડા સાંભળવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે. પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયે પણ ઈન્ટરવ્યુ દરમિયાન સાજીદ ખાને તેની જાતીય સતામણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
3/5
અક્ષય કુમારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું ગઈકાલે રાત્રે જ દેશમાં આવ્યો છું. મેં જે સમાચાર વાંચ્યા તે ખરેખર હેરાન કરી દે તેવા છે. તેની સામે કડક પગલાં ભરાવા જરૂરી છે. જેની સામે જાતીય સતામણીના આરોપ લાગેલા હોય અથવા તો આરોપ પુરવાર થયો હોય તેવા લોકો સાથે હું કામ નહીં કરું.
4/5
આ આરોપોની નૈતિક જવાબદારી લેતા સાજીદ ખાને ‘હાઉસફુલ-4’ના ડિરેક્ટર તરીકે પીછેહટ કરી લીધી છે. સાજીદે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, મીડિયાના દોસ્તોને અપીલ છે કે, સત્ય સામે આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારના તારણ પર ન આવે. સાજીદે ટ્વીટમાં જણાવ્યું હતું કે, પરિવાર અને ફિલ્મના પ્રોડ્યુસર પર પડી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને હું ફિલ્મના ડિરેક્ટરનું પદ છોડી રહ્યો છું.
5/5
બોલિવુડમાં #Metoo કેમ્પેઈનને કારણે બબાલ ચાલી રહી છે. તમામ મોટા ડિરેક્ટર અને એક્ટર્સ પર મહિલા કલાકાર, પત્રકારો જાતીય સતામણીનો આરોપ લગાવી રહ્યા છે. હવે તેમાં જાણવા મળ્યું છે કે, અક્ષય કુમારે ‘હાઉસફૂલ 4’નું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આ ફિલ્મનો ડિરેક્ટર સાજીદ ખાન છે અને એક આસિસ્ટન્ટ ડિરેક્ટર સલોની ચોપરાએ તેના પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે.