શોધખોળ કરો
Advertisement
પત્ની સાથે છૂટાછેડાના અહેવાલ પર બોલિવૂડના આ એક્ટરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.....
જ્યારે ઇમરાન કેમેરા સામે પોઝ આપી રહ્યો હતો ત્યારે તેને અવંતિકા સાથે છૂટાછેડા મામલે સવાલ પૂછવામાં આવ્યો.
મુંબઈઃ છેલ્લા ઘણાં દિવસથી એવા અહેવાલ આવી રહ્યા હતા કે એક્ટર ઈમરાન ખાન પોતાની પત્ની અવંતિકા મલિકને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. કહેવાય છે કે, બન્ને વચ્ચે અણબનાવ બન્યો છે અને અવંતિકાએ ઇમરાનનું ઘર પણ છોડી દીધું છે. જ્યારથી આ અહેવાલ સામે આવ્યા હતા ત્યારથી ઇમરાન ખાન જાહેરમાં જોવા મળ્યા ન હતા.
હવે શુક્રવારે ઇમરાન ખાન મુંબઈમાં એેક ઈવન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ઇમરાન કેમેરા સામે પોઝ આપી રહ્યો હતો ત્યારે તેને અવંતિકા સાથે છૂટાછેડા મામલે સવાલ પૂછવામાં આવ્યો. જોકે ઇમરાને સામો પત્રકારનો સવાલ કર્યો કે આવી ઈવેન્ટમાં આ પ્રકારનો સવાલ કેવી રીતે પૂછી શકો છો? જોકે સમગ્ર ઈવેન્ટમાં ઇમરાન હસતો જોવા મળ્યો હતો.
આમ તો અવંતિકાની માતાએ પહેલા જ મીડિયાને જણાવ્યું હતું કે, બન્નેના છૂટાછેડાની વાત પાયાવિહોણી છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે, બન્ને વચ્ચે કેટલીક બાબતોને લઈને વિવાદ છે જેનું સમાધાન થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે ઇમરાન અને અવંતિકાની વચ્ચે આ વિવાદ ક્યારે ખત્મ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement