સરફરાઝના જણાવ્યા અનુસાર ડૉક્ટરોની એક ટીમે સતત તેમના સ્વાસ્થ પર નજર રાખી છે. કાદર ખાન છેલ્લા કેટલાય વર્ષથી પોતાના દીકરા અને વહુ સાથે કેનેડામાં રહે છે અને ત્યાં જ તેમની સારવાર ચાલી રહી છે. એક દશકથી તેઓ મીડિયાથી દૂર છે.
2/4
અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું, 'કાદર ખાન.... ખૂબ જ શાનદાર લેખક અને એક્ટર આજે હોસ્પિટલમાં છે. તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો. મે તેમને સ્ટેજ પરફોર્મ કરતા જોયા છે, તેમનું સ્વાગત કર્યું છે અને તેમણે મારી ફિલ્મો માટે શાનદાર લેખન કર્યું છે. તેઓ એક શાનદાર સાથી અને લિબરલ શખ્સ છે. અને વધુ પડતા લોકોને નથી ખબર કે તેઓ ગણિત શીખડાવતા હતા.'
3/4
કાદર ખાનને બાઇપેપ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 81 વર્ષીય કાદર ખાન પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડરની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, જેને કારણે તેમના મગજ કામ કરવાનું બંધ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ કાદર ખાનના દીકરા સરફરાઝ જાણકારી આપી હતી કે, પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડરને કારણે કાદર ખાનના મગજથી સંચાલિત થતી ગતિવિધિઓ પર ખરાબ અસર પડી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે ડૉક્ટરોએ તેમને વેન્ટીલેટર પર રાખ્યા છે.
4/4
મુંબઈ: શાનદાર એક્ટિંગ અને પ્રભાવશાલી ડાયલોગ રાઇટિંગ માટે જાણીતા દિગ્ગજ અભિનેતા કાદર ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાદરખાનની બીમારીને લઈને મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કાદર ખાનના બીમાર હોવાની વાત કરી છે.