શોધખોળ કરો
લોકડાઉનની સ્થિતિ વચ્ચે ‘જેઠાલાલ’નો સાળો ‘સુંદર’ કેવી રીતે સમય કરે છે પસાર? તસવીરો જોઈને ચોંકી જશો
લોકડાઉન જાહેર થયું તે પહેલાથી સીરિયલો અને ફિલ્મોના શૂટિંગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 19 માર્ચથી સીરિયલોના શૂટિંગ પર બ્રેક લાગી ગઈ છે.

અમદાવાદ: કોરોના વાયરસનો ફેલાતો અટકાવવા માટે દેશમાં ત્રણ અઠવાડિયાનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન જાહેર થયું તે પહેલાથી સીરિયલો અને ફિલ્મોના શૂટિંગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 19 માર્ચથી સીરિયલોના શૂટિંગ પર બ્રેક લાગી ગઈ છે. એવામાં હાલ ટીવી પર મોટાભાગની સીરિયલોના રિપિટ એપિસોડ બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ લોકોને રોજ હસાવે છે. હાલ તો આ શોના પણ જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. સીરિયલનું શૂટિંગ બંધ હોવાથી કલાકારો ઘરમાં બેસીને આખો દિવસ કેવી રીતે પસાર કરે છે તેની તસવીરો સામે આવી છે.
લોકડાઉનની સ્થિતિમાં ઘણા સેલેબ્સ હાલ ઘરનું કામ કરવામાં વ્યસ્ત છે. એવી જ રીતે જેઠાલાલના સાળા ‘સુંદરલાલ’ પણ ઘરના કામકાજમાં બહુ જ વ્યસ્ત છે. સુંદરનો રોલ કરતો અભિનેતા મયૂર વાકાણી લોકડાઉનના સમયમાં ઘરના કામમાં મદદ કરી રહ્યો છે. મયૂર વાકાણીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતા કરતો વીડિયો મૂક્યો છે.
વીડિયોમાં મયૂરને ટી-શર્ટ અને શોર્ટ્સમાં પોતા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કોઈ મહિલા મયૂરને પૂછે છે કે, ઘરમાં કેવું લાગે છે? ત્યારે મયૂર કહે છે કે, બહુ સારું લાગે છે. મયૂર આ મહિલા સાથે વાતો કરતાં કરતાં પોતું કરે છે. ત્યારે ઘૂંટણ નીચે કરીને પોતું મારતા મયૂરને વ્યવસ્થિત પોતું કરવાની પણ સલાહ આપે છે. ‘જેઠાલાલ’ના સાળા ‘સુંદરલાલ’નો આ વીડિયો જોઈને ચાહકોને ખૂબ જ મજા પડી ગઈ હતી. આ વીડિયો શેર કરતાં મયૂરે લખ્યું હતું કે, ઘરેથી કામ નહીં ઘર માટે કામ. કોરોના જા.” આ વીડિયો ઉપરાંત ઘરની બહારથી પોતું મારતી એક તસવીર પણ મયૂરે શેર કરી હતી. આ સાથે જ એક દિવસ પહેલા મૂકાયેલી અન્ય એક તસવીરમાં લોકડાઉનનો બીજો દિવસ પૂરો થયો હોવાની ખુશી વ્યક્ત કરતી તસવીર પણ મયૂરે પોસ્ટ કરી હતી.
વધુ વાંચો
Advertisement





















