બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફિલ્મમાં માત્ર 20 મિનીટ કામ કરવાના લીધા 9 કરોડ રૂપિયા, જાણો કઇ છે ફિલ્મ ને શું છે રૉલ.......
કોરોનાને કારણે બોલિવૂડમાં એક પછી એક ફિલ્મ રિલીઝ પોસ્ટપોન થઈ રહી છે. ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિની ફિલ્મ આરઆરઆરની ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી.
નવી દિલ્હીઃ આજકાલ ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી ખુબ ચર્ચામાં છે. અગાઉ રિપોર્ટ હતા કે તેમની ફિલ્મના ઇન્ટરવલ માટેનો ખર્ચ જ ખુબ મોટો હતો, એસ.એસ.રાજામૌલી સામાન્ય રીતે મોટા બજેટની ફિલ્મો બનાવે છે. હવે તેમની આગામી ફિલ્મ આરઆરઆરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, આરઆરઆર ફિલ્મમાં બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને મસમોટી રકમ ચૂકવવામાં આવી છે.
ફિલ્મની રિલીઝ પૉસ્ટપૉન
કોરોનાને કારણે બોલિવૂડમાં એક પછી એક ફિલ્મ રિલીઝ પોસ્ટપોન થઈ રહી છે. ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિની ફિલ્મ આરઆરઆરની ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે. નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી હતી.
રાજામૌલીની આ ફિલ્મમાં બૉલીવુડની બે સ્ટારની એન્ટ્રી થવાની છે, જેમાં એક છે અજય દેવગન અને બીજી છે આલિયા ભટ્ટ. ખાસ વાત છે કે બન્ને આરઆરઆર ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ રૉલમાં દેખાશે. ફિલ્મના લીડ એક્ટર રામચરણ તેજા તથા જુનિયર એનટીઆર છે.
View this post on Instagram
આલિયા ભટ્ટને કરોડોની ફી
આરઆરઆરમાં આલિયા ભટ્ટનો માંડ 20 મિનિટનો રોલ છે. માત્ર 20 મિનિટના રોલ માટે આલિયા ભટ્ટને 9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અજય દેવગણને આ ફિલ્મ માટે સાત દિવસ ફાળવ્યા હતા. તેણે સાત દિવસ શૂટિંગ કર્યું હતું. આ સાત દિવસ કામ કરવાના અજય દેવગણને 35 કરોડ રૂપિયા મળ્યા છે એટલે કે અજય દેવગણને એક દિવસના પાંચ કરોડ મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસ એસ રાજમૌલીએ અજય દેવગણ તથા આલિયા ભટ્ટને હિન્દી બેલ્ટ માટે સાઇન કર્યા હતા. રામચરણ તેજા અને જુનિયર એનટીઆરને 40–45 કરોડ ફી આપી હોવાની ચર્ચા છે.