શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસના કારણે સર્જાઈ માસ્કની અછત, આ એક્ટ્રેસે ઘરે પોતાની બ્રામાંથી જ બનાવી દીધું માસ્ક
ચેલ્સીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, અછત વચ્ચે બનાવેલું માસ્ક, હવે મામલો આપણે હાથમાં લેવો પડશે.
લંડનઃ કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં માસ્કની અછત ઉભી થઈ છે. ભારતમાં મુંબઈ, ઉત્તરપ્રદેશમાં તો લોકોને માસ્ક વગર બહાર જ નહીં નીકળવાનો આદેશ કરવામાં આવ્યો છે. માસ્કની ઉભી થયેલી અછત વચ્ચે કોમેડિયન ચેલ્સી હેંડલરે પોતાની બ્રા ને માસ્કનું રૂપ આપ્યું છે.
ચેલ્સીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફોલોઅર્સને કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન ક્રિએટીવ થવાની અપીલ કરી હતી. જે બાદ તેણ એક બ્રાથી કેવી રીતે માસ્ક બનાવી શકાય તે પણ કરી બતાવ્યું.
ચેલ્સીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, અછત વચ્ચે બનાવેલું માસ્ક, હવે મામલો આપણે હાથમાં લેવો પડશે. પુરુષોએ પણ. વીડિયોમાં ચેલ્સી એક બ્રામાંથી માસ્ક બનાવતી નજરે પડી રહી છે. ચેલ્સીનો આઈડિયા મારિયા શ્રીવરને ઘણો પસંદ પડ્યો હતો. મારિયાએ કમેન્ટ કરીને લખ્યું, હું તમને આ રીતે બહાર જવાનો પડકાર આપું છું, કદાચ તમે જશો પણ ખરા. સમગ્ર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પાર કરી ગઈ છે અને 88 હજાર લોકોના મોત થયા છે.View this post on InstagramWith masks in short supply, we have to take matters into our own hands. Men included. #corona #diy
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement