શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કાજલ અગ્રવાલે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર કરી શેર, સોશિયલ મીડિયામાં વાયરલ
કાજલ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. કાજલના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્ન મુંબઈની એક હોટેલમાં કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીના કારણે માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાજલના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કાજલ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. કાજલે તસવીર શેર કરતા લખ્યું, 'મિસમાંથી મિસિસ થઈ ગઈ. મેં મારા વિશ્વાસપાત્ર, સાથી, બેસ્ટ ફ્રેન્ડ તથા સોલમેટ સાથે લગ્ન કર્યા છે. આ બધું તારામાં મેળવીને તથા મારું ઘર તારામાં મેળવીને ઘણી જ ખુશ છું.'
બીજી એક તસવીર એક્ટ્રેસ કાજલે શેર કરી છે જેમાં તેણે અને ગૌતમે એકબીજાના માથા પર હાથ મૂક્યા છે.
કાજલે લગ્ન બાદની એક તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું, 'લગ્નનું આયોજન કરવું એ એક મોટો પડકાર છે અને તેમાંય મહામારીમાં લગ્ન કરવા સૌથી મુશ્કેલ છે. જોકે, અમે કોવિડ 19ના તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને લગ્નમાં બહુ જ ઓછા મહેમાનો આવ્યા હતા. લગ્નમાં આવનાર તમામ મહેમાનોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement