શોધખોળ કરો
Advertisement
મુંબઈ: કરિશ્મા કપૂરના ભાઈ અરમાનની મહેંદી સેરેમની યોજાઈ, જાણો કયા-કયા સેલેબ્સે આપી હાજરી
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂરના ફોઈ રીમા જૈનના પુત્ર અરમાન જૈનની મહેંદી સેરેમની પહેલી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાઈ હતી
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂરના ફોઈ રીમા જૈનના પુત્ર અરમાન જૈનની મહેંદી સેરેમની પહેલી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાઈ હતી. ગયા વર્ષે અરમાનની રોકા સેરેમની કરવામાં આવી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની અને પછી વેડિંગ તથા રિસેપ્શન યોજાશે.
મહેંદી સેરેમનીમાં કપૂર પરિવાર ઉપરાંત અનિલ-ટીના અંબાણી હાજર રહ્યાં હતાં. અરમાન જૈન લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કરી રહ્યો છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
અભિનેત્રી કરિશ્મા કપૂર માતા બબિતા સાથે આવી હતી. કરિશ્મા કપૂર ટ્રેડિશનલ યલો આઉટફિટમાં બહુ જ સુંદર લાગતી હતી.
રણધીર કપૂર, રાજીવ કપૂર, બોની કપૂર, સુનીલ શેટ્ટી, રીતેશ સિધવાણી, શ્વેતા બચ્ચન નંદા, શબિના, ઝહાન કપૂર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. તારા સુતરિયા યલો આઉટફિટમાં આવી હતી.
મુંબઈમાં જન્મેલી અનિસા મલ્હોત્રા ફેશન બ્લોગર તથા ભારતીય મોડલ છે. અનિસાએ ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અનિસા તથા અરમાન વચ્ચે છેલ્લાં સાત વર્ષથી સંબંધો છે. જોકે અરમાને હંમેશાંથી આ સંબંધોનો અસ્વીકાર કર્યો હતો.
અરમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે કોઈની સાથે રિલેશનશિપમાંથી નથી. અનિસા તેની નાનપણની મિત્ર છે. તેઓનું આઠ લોકોનું ગ્રૂપ છે અને અવાર-નવાર તેઓ એકબીજાને મળે છે. અરમાને ‘લેકર હમ દિવાના દિલ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement