કેટરીના પછી હવે કિઆરા કરશે લગ્ન, જાણો બોલીવુડના ક્યા સ્ટારને પરણશે ?
રિપોર્ટ છે કે, કિયારા અને સિદ્ધાર્થ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને બન્નેના ડેટિંગના ખબરો પણ સતત વાયરલ થઇ રહી છે. બન્ને એકબીજા માટે ઘણાં જ સીરિયસ પણ છે.
![કેટરીના પછી હવે કિઆરા કરશે લગ્ન, જાણો બોલીવુડના ક્યા સ્ટારને પરણશે ? Actress kiara advani will marry to actor siddharth malhotra in next year કેટરીના પછી હવે કિઆરા કરશે લગ્ન, જાણો બોલીવુડના ક્યા સ્ટારને પરણશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/21/013a707d785c5c52f87e20e64ec5fe26_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડમાં હવે લગ્નની સિઝનની શરૂ થઇ ગઇ છે, આ વર્ષે કેટલાક સ્ટાર કપલ લગ્નગ્રંથીથી જોડાયા છે, તેમાં સૌથી વધુ ચર્ચામાં કેટરીના અને વિક્કી કૌશલના લગ્ન રહ્યાં, હવે કેટ વિક્કી બાદ વધુ એક સ્ટાર કપલ એકબીજાના થવા જઇ રહ્યાં છે. એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા લગ્ન કરવા જઇ રહ્યાં છે.
રિપોર્ટ છે કે, કિયારા અને સિદ્ધાર્થ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, અને બન્નેના ડેટિંગના ખબરો પણ સતત વાયરલ થઇ રહી છે. બન્ને એકબીજા માટે ઘણાં જ સીરિયસ પણ છે. રિપોર્ટ છે કે બન્નેના માતાપિતા અને પરિવારજનો પણ મુદ્દે એકબીજાને મળી ચૂક્યા છે. જોકે, હજુ સુધી ઓફિશિયલી સંબંધો વિશે કોઇપણ પ્રકારની માહિતી બહાર આવી નથી. પરંતુ નવા વર્ષે બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ જશે અને તેમના લગ્નની તૈયારીઓ પણ ટુંક સમયમાં શરૂ થઇ શકે છે. રિપોર્ટ છે કે, નવા વર્ષ 2022માં કિયાર અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત બોલિવૂડના અન્ય સ્ટાર્સ જેમ કે મલાઇકા અરોરા-અર્જુન કપૂર, આલિયા ભટ્ટ-રણબીર કપૂરના પણ લગ્ન થઇ શકે છે.
બન્નેએ છેલ્લે ફિલ્મ 'શેરશાહ'માં એકસાથે સાથે કામ કર્યું હતું. બન્નેની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ જ પસંદ આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કિઆરા અડવાણી ફિલ્મ 'ભુલ ભૂલૈયા 2', 'જુગ જુગ જિયો', 'ગોવિંદા મેરા નામ' તથા RC 15'માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા 'મિશન મંજનૂ', 'યૌદ્ધા' તથા 'થેંક ગોડ'માં કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)